Not Set/ રોકડ ભરેલી 4 કાર અને હેલિકોપ્ટર સાથે ભાગ્યા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ

અશરફ ગની હાલ ક્યાં છે તે કોઇને ખબર નથી,એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ઓમાન પહોંચી ગયા છે. તેમને કઝાકિસ્તાન અને તાઝિકસ્તાને દેશમાં પ્રવેશ આપવાની મંજૂરી આપી ન હતી

Top Stories
pre123333 રોકડ ભરેલી 4 કાર અને હેલિકોપ્ટર સાથે ભાગ્યા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ

તાલિબાનોના ડરથી અપઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની રોકડ ભરેલી ચાર કાર અને એક હેલિકોપ્ટર સાથે કાબુલથી ભાગી ગયા હતા એક અહેવાલ મુજબ દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક પ્રત્યક્ષ અધિકારીઓના જણાવ્યા અનુસાર અશરફ ગનીએ થોડા પૈસા છોડીને જવું પડયું કારણ કે તે તેમની સાથે રાખી શકતા ન હતા, કાબુલમાં સ્થિત રશિયા દૂતાવાસના પ્રવકતા નિકિતા ઇન્ચેકોએ જણાવ્યું હતું કે ચાર કાર રોકડથી ભરેલી હતી અને થોડી રકમ હેલિકોપ્ટરમાં મૂકી હતી.તે પુરી રકમ પોતાની સાથે રાખી શકતા ન હતા એટલે થોડી રકમ છોડીને ભાગી ગયા.તેમમે વધુમાં જણાવ્યુ હતું કે એક પ્રત્યદર્શીએ કહેલી વાતને આધારે તેઓએ કહી છે

અશરફ ગની હાલ ક્યાં છે તે કોઇને ખબર નથી,એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ઓમાન પહોંચી ગયા છે. તેમને કઝાકિસ્તાન અને તાઝિકસ્તાને તેમના દેશમાં પ્રવેશ આપવાની મંજૂરી આપી ન હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે ઓમાનથી અમેરિકાી નીકળી જશે.અફગાનિસ્તાના રાશટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડતા પહેલા એક ફેસબુક પોેસ્ટ સખી હતી તેમાં તેમણે જમાવ્યું હતું કે દેશના લોકેને જાનથી બચાવવા માટે તે ત્યાંથી નીકળી ગયા,જો તે ત્યાં હોત તો તેમના સમર્થકો રોડ પર આવી જાત અને તાલિબાનો સાથે સંઘર્ષ થાત અને ગભીર હિંસા થાત .

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન હાલ તાલિબાનોનો કબજૌ થઇ ગયો છે ,દેશના લોકોમાં એક દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો અઉઘાનિસ્તાન છોડી રહ્યા છે .