Stock Markets/ શેરબજારમાં મિશ્ર શરૂઆત બાદ જોવા મળી તેજી, ઉછાળા સાથે બજાર થયું બંધ

શેરબજારમાં આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં ખરીદીના કારણે બેન્ક નિફ્ટી 622 પોઈન્ટના ઉછાળા સાથે 45,634 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

Top Stories Business
YouTube Thumbnail 2024 02 09T170151.629 શેરબજારમાં મિશ્ર શરૂઆત બાદ જોવા મળી તેજી, ઉછાળા સાથે બજાર થયું બંધ

શેરબજારમાં આજે દિવસના શરૂઆતમાં કારોબારમાં મિશ્ર શરૂઆત જોવા મળી. જો કે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં બેંક શેરોની ખરીદીને કારણે, ભારતીય શેર બજાર ગ્રીન નિશાન સાથે બંધ થયું છે. બજારમાં આ ઉછાળો મોટી સરકારી અને ખાનગી બેંકોના શેરની ખરીદીને કારણે હતો. જેના કારણે BSE સેન્સેક્સ 167 પોઈન્ટના ઉછાળા સાથે 71,595 પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 64 પોઈન્ટના ઉછાળા સાથે 21,782 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં ખરીદીના કારણે બેન્ક નિફ્ટી 622 પોઈન્ટના ઉછાળા સાથે 45,634 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ સિવાય ફાર્મા, એફએમસીજી, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે ઓટો, આઈટી ઓઈલ એન્ડ ગેસ, મેટલ્સ, એનર્જી, મીડિયા અને રિયલ એસ્ટેટ ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 ઉછાળા સાથે અને 14 ઘટાડા સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેરો લીલા નિશાનમાં અને 23 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.

આજના કારોબારમાં સરકારી કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2.66 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. રેલવે, ડિફેન્સ, પાવર અને એનર્જીને લગતી કંપનીઓ સહિત નાની અને મધ્યમ સરકારી બેન્કોના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.

શેરબજાર ભલે ઊંચા સ્તરે બંધ થયું હોય પરંતુ લિસ્ટેડ કંપનીઓના બજાર મૂલ્યમાં ઘટાડો નોંધાયો છે. આજે ટ્રેડિંગના અંતે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 386.43 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 388.72 લાખ કરોડ હતું. આજના વેપારમાં બજાર મૂલ્યમાં રૂ. 2.29 લાખ કરોડનો ઘટાડો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજા/મારા પરના આરોપો અર્થહીનઃ અમારી છબી ખરડવાનો પ્રયાસ