Not Set/ હૈતીનાં રાષ્ટ્રપતિની હત્યા બાદ સ્થાનિક પોલીસે 4 શંકાસ્પદ લોકોને કર્યા ઠાર

હૈતીનાં રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇસે પર અજાણ્યા લોકોએ તેમના ખાનગી નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો અને તેમની હત્યા કરી હતી. જે બાદથી હૈતીમાં હજુ પણ હિંસા યથાવત છે.

Top Stories World
11 197 હૈતીનાં રાષ્ટ્રપતિની હત્યા બાદ સ્થાનિક પોલીસે 4 શંકાસ્પદ લોકોને કર્યા ઠાર

હૈતીનાં રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇસે પર અજાણ્યા લોકોએ તેમના ખાનગી નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો અને તેમની હત્યા કરી હતી. જે બાદથી હૈતીમાં હજુ પણ હિંસા યથાવત છે. હૈતીનાં પોલીસ વડાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જોવેનલ મોઇસેની હત્યાનાં ચાર શંકાસ્પદ લોકોની પોલીસે હત્યા કરી છે અને બે અન્યની ધરપકડ કરવામાં આવી છે.

11 198 હૈતીનાં રાષ્ટ્રપતિની હત્યા બાદ સ્થાનિક પોલીસે 4 શંકાસ્પદ લોકોને કર્યા ઠાર

મોંઘવારીનો માર / ખિસ્સા પર વધુ એક પ્રહાર, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG નાં ભાવમાં વધારો

પોલીસ વડા લેઓન ચાર્લેએ બુધવારે રાત્રે જણાવ્યું હતું કે, શંકાસ્પદ લોકોએ ત્રણ પોલીસ અધિકારીઓને બંધક બનાવ્યા હતા, જેમને મુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ જોવેનલ મોઇસેનાં ખાનગી નિવાસ પર મંગળવારે મોડી રાત્રે અજાણ્યા લોકોનાં ગ્રુપે હુમલો કર્યો હતો અને તેમની હત્યા કરી હતી. તેમની હત્યા દેશમાં એક રાજકીય અને આર્થિક સ્થિરતાનાં સંકટની વચ્ચે તથા ગેંગ વોરમાં વધારામાં થઇ હતી. મોઇસેનાં શાસન હેઠળ, 1.1 કરોડથી વધુ વસ્તીવાળા દેશમાં અસ્થિરતા અને ગુસ્સો સતત વધી રહ્યો હતો. આ હુમલામાં મોઇસેની પત્ની અને પ્રથમ મહિલા માર્ટિની મોઇસેને પણ ગોળી વાગી હતી, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વચગાળાનાં પ્રધાનમંત્રી ક્લોડે જોસેફે કહ્યું કે સુરક્ષાની જવાબદારી પોલીસ અને સૈન્ય બંનેનાં હાથમાં છે.

11 199 હૈતીનાં રાષ્ટ્રપતિની હત્યા બાદ સ્થાનિક પોલીસે 4 શંકાસ્પદ લોકોને કર્યા ઠાર

શાબ્દિક હુમલો / મમતાએ મોદી સરકાર પર જોરદાર હુમલો કર્યો,રાજ્ય 60 હજાર કરોડથી વંચિત

ઉલ્લેેખનીય છેે કે, લેટિન અમેરિકા અને યુરોપ સહિત વિશ્વનાં નેતાઓએ બુધવારે હૈતીનાં રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇસેની હત્યાની નિંદા કરી છે અને મુશ્કેલીમાં પડેલા કેરેબિયન દેશમાં શાંતિ અને એકતા માટેની અપીલ કરી છે. બુધવારે વહેલી સવારે અજાણ્યા લોકોનાં ગ્રુપ દ્વારા મોઇસે પર હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ટિ્‌વટ કર્યું હતું કે, રાષ્ટ્રપતિ મોઇસેનાં અવસાનની વાત સાંભળીને તેઓ આઘાત અનુભવી રહ્યા છે અને દુઃખી થયા છે. તેમણે કહ્યું, “અમારી સંવેદનાઓ તેમના પરિવાર અને હૈતીનાં લોકો સાથે છે.” આ એક ઘૃણાસ્પદ કૃત્ય છે અને હું શાંતિ માટે અપીલ કરું છું. સ્પેનનાં વડા પ્રધાન પેડ્રો સેન્સેઝ પણ આ હત્યાની નિંદા કરી હતી. સેન્સેઝે લાતિવિયાની યાત્રા દરમ્યાન કહ્યુ કે, દેશને જે આઘાત પહોંચ્યો છે, તેમાથી બહાર નિકળવા માટે રાજનીતિક એકતાની અપીલ કરુ છુ.