AMC-Budget/ શહેરની કાયાપલટ કરશે અમદાવાદ મ્યુનિ.નું 12,262 કરોડનું બજેટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ (AMC-Budget) રાજ્યની સૌથી મોટી નગરપાલિકાનું બજેટ માનવામાં આવે છે. મંગળવારે અમદાવાદ મહાનગરપાલિકાનું 12,262.83 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 06T165800.891 શહેરની કાયાપલટ કરશે અમદાવાદ મ્યુનિ.નું 12,262 કરોડનું બજેટ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ (AMC-Budget) રાજ્યની સૌથી મોટી નગરપાલિકાનું બજેટ માનવામાં આવે છે. મંગળવારે અમદાવાદ મહાનગરપાલિકાનું 12,262.83 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ એએમસીનું 2024-25નું બજેટ છે. તેમા ગયા વર્ષની તુલનાએ 1,461.83 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ બજેટ રજૂ કર્યુ છે. કમિશ્નરે 10,801 કરોડનું ડ્રાફ્ટ અને 1,486.183 કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કર્યુ છે. અમદાવાદની કાયાપલટના ધ્યેય સાથે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-3નું કામ કરાશે

અમદાવાદમાં લોટસ ગાર્ડન બનાવવાનું કોર્પોરેશનનું આયોજન છે. તેમા 20 કરોડના ખર્ચે લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ કરવામાં આવશે. આ ઉપરાંત એક હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-3નું કામ કરશે. આ ઉપરાંત 250 કિ.મી.ના રસ્તા રીગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત 40 કિ.મી.ના રસ્તા પર માઇક્રો રિસરફેસિંગ કરવામાં આવશે. 100 કિ.મી.ના ડસ્ટ ફ્રી રોડ મળી 400 કિ.મી. રોડ 790 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. તેની સાથે 135 કરોડ રૂપિયાના ખર્ચે પાંચ આઇકોનિક રોડ બનશે.

આઇકોનિક રોડમાં પાર્કિંગ, ગ્રીન બેલ્ટ સાથેના વોક-વે બનાવાશે. સીટિંગ એરેન્જમેન્ટ, વી ચાર્જિંગ સ્ટેશન સાથેની સગવડ હશે. લો ગાર્ડનના બાજુમાં રોડ ડેવલપમેન્ટના 75 કરોડના કામ કરાશે. તેની સાથે શહેરમાં પ્રવેશવાના ચારેય બાજુના રોડ પર 15 કરોડના ખર્ચે એન્ટ્રી ગેટ બનાવાશે.

આ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સ ભરનારને રિબેટની પણ જોગવાઈ છે. તેની સાથે નવા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહનોને વેરામાં 100 ટકા રાહતની જોગવાઈ છે. તેની સાથે કઠવાડામાં 45 કરોડના ખર્ચે ગૌશાળા બનાવાશે. રિવરફ્રન્ટમાં ફાયર ચોકી બનાવાશે. રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડર પાસ બનાવવા આયોજન છે. ફિઝિબિલિટી રિપોર્ટ માટે બજેટમાં જોગવાઈ છે. આ ઉપરાંત મ્યુનિસિપાલિટીના કાઉન્સિલરના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ