Loksabha Election 2024/ લોકસભા ચૂંટણી 2024 : PM મોદીનો હુંકાર ‘370 હટાવી, હવે 370નો’ લક્ષ્યાંક, સમજો NDAનું ચૂંટણી ગણિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીના મુદ્દાઓ પણ નક્કી કર્યા અને ભાજપના પ્રચારને પણ વેગ આપ્યો. પીએમ મોદીએ પહેલીવાર ખુલ્લેઆમ સંસદમાં જીતનું લક્ષ્ય નક્કી કર્યું છે.

Top Stories India
YouTube Thumbnail 2024 02 06T144127.672 લોકસભા ચૂંટણી 2024 : PM મોદીનો હુંકાર ‘370 હટાવી, હવે 370નો’ લક્ષ્યાંક, સમજો NDAનું ચૂંટણી ગણિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024ને લઈને મોટી જાહેરાત કરી છે. સંસદમાં પ્રથમ વખત પીએમ મોદીએ લોકસભા ચૂંટણીને લઈને જીતના હુંકાર સાથે 370 બેઠકોનું લક્ષ્યાંક જાહેર કર્યું. લોકસભામાં સોમવારે પીએમ મોદીએ કોંગ્રેસ અને વિપક્ષ અને INDIA ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા. વધુમાં તેમણે કહ્યું કે પાંચ વર્ષ પહેલાં, જ્યારે અમે 2019ની ચૂંટણી જીત્યા હતા, ત્યારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરીને અમે સૌથી જૂનું વચન પૂરું કર્યું હતું.

પીએમએ લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીના મુદ્દાઓ પણ નક્કી કર્યા અને ભાજપના પ્રચારને પણ વેગ આપ્યો. પીએમ મોદીએ પહેલીવાર ખુલ્લેઆમ સંસદમાં જીતનું લક્ષ્ય નક્કી કર્યું છે. લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ સંસદમાંથી જીતવાનો ટાર્ગેટ પણ 370 રાખ્યો છે. PM એ કહ્યું કે, આવનારી ચૂંટણીમાં ભાજપ 370 સીટો જીતશે અને NDA 400 થી વધુ સીટો જીતશે અને ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવશે. પીએમના આ ટાર્ગેટ બાદ ચર્ચાઓ શરૂ થઈ કે શું આ માત્ર ચૂંટણી સ્લોગન છે કે આ વખતે ભાજપ પાસે ખરેખર 400ને પાર કરવાની કોઈ બ્લુ પ્રિન્ટ છે?

નિષ્ણાતોનું કહેવું છે કે વડાપ્રધાને સંસદમાં પ્રથમ વખત આ રીતે લક્ષ્યાંકનો આંકડો આપ્યો છે. તેમણે પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં ભાજપની સીટ નંબર અને  એનડીએની બેઠકોનો લક્ષ્યાંક જણાવવામાં આવ્યો છે. કયા આધાર પર ભાજપે આ લક્ષ્યાંક આપ્યો છે અને લોકસભા ચૂંટણીને લઈને ભાજપની શું ગણતરી છે તે જાણીએ.

‘લોકસભા ચૂંટણી’ ભાજપનું અવલોકન : 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપના સાથી પક્ષોએ 50 બેઠકો જીતી હતી. તેથી જ 370નો આંકડો નક્કી કરીને વધુ 67 બેઠકો જીતવાની તૈયારીઓ કરવામાં આવી છે. ભાજપને આ બેઠકો ક્યાં અને કેવી રીતે મળશે?

મિશન સાઉથ પર ફોકસ :  2019માં ભાજપે 436 સીટો પર ચૂંટણી લડી હતી અને 303 સીટો પર જીત મેળવી હતી. જ્યારે 133 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપની સાથે પીએમ મોદી પોતે પણ મિશન સાઉથ પર કામ કરી રહ્યા છે. પીએમ તાજેતરમાં પહેલા લક્ષદ્વીપ અને પછી કેરળ ગયા હતા. ત્યાં વિકાસના પ્રોજેક્ટની ભેટ આપવામાં આવી હતી. રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા પીએમ તમિલનાડુના પ્રવાસે ગયા હતા અને મંદિરોની મુલાકાત લીધી હતી.

ઉત્તર થી દક્ષિણ પર નજર:  ભાજપનું ફોકસ ઉત્તર થી દક્ષિણ તરફ છે. હાલમાં ઉત્તરના મોટાભાગના રાજ્યોમાં ભાજપનું વર્ચસ્વ છે. તેથી, ફક્ત નબળી અથવા હારેલી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેથી પાર્ટી ત્યાં પણ જીતી શકે. PMએ મહારાષ્ટ્રમાં પણ પોતાનું વિઝન સ્પષ્ટ કર્યું છે. હિમાચલ પ્રદેશ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ત્યાં ભાજપ ફરી એકવાર ક્લીન સ્વીપ કરવાની તૈયારીમાં છે. યુપીથી લઈને ઉત્તરાખંડ સુધી ભાજપને સંપૂર્ણ વિશ્વાસ છે.

PM Modi speech in Lok Sabha: PM jibes 'Parivaarvad', 'visitors gallery'  jibe at Congress in Parliament - India Today

મજબૂત બેઠકો :  400 સીટો જીતવાના પીએમના લક્ષ્ય પર  નજર કરીએ તો ભાજપ પાસે 95 બેઠકો છે જ્યાંથી તે છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં જીતી રહી છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 17 બેઠકો છે, જ્યાં તે સતત ત્રણ વખત જીતી રહી છે. કદાચ ભાજપ 400 પ્લસની ગેરંટી પણ આપી રહ્યું છે કારણ કે ત્યાં 173 બેઠકો છે જ્યાં ભાજપ ઓછામાં ઓછા બે વખત ચૂંટણી જીતી રહી છે. તે જ સમયે, કોંગ્રેસ પાસે આવી 34 બેઠકો છે, જ્યાં તે સતત બે વાર જીતી રહી છે.

199 બેઠકો બની પડકાર : ભાજપ 76 બેઠકોને નબળી માને છે, અહીંથી તે છેલ્લી ત્રણ ચૂંટણીમાં માત્ર એક જ વાર જીતી શકી છે. બાકીની બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, કોંગ્રેસ માટે આવી 183 બેઠકો છે, જ્યાં તેણે ત્રણમાંથી એક ચૂંટણી જીતી છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં 199 બેઠકો એવી છે જ્યાં ભાજપ ક્યારેય જીતી શકી નથી. તે જ સમયે, કોંગ્રેસ માટે 309 બેઠકો છે, જ્યાં તે ક્યારેય જીતી શકી નથી.

જૂના પ્રદર્શનનું પુનરાવર્તન : ભાજપ ઉત્તર સહિત અન્ય રાજ્યોમાં તેના ભૂતકાળના પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહી છે. જે રાજ્યો અને સીટો પર તે જીતી રહી છે ત્યાં પ્રદર્શન જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ ઓળખ કરાયેલ 89 નબળી બેઠકોમાં શક્ય તેટલી વધુ બેઠકો પર જીત મેળવવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં પાર્ટી કોઈપણ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં નથી. વિરોધ પક્ષો ખાસ કરીને પ્રાદેશિક પક્ષોને લીડ ન મળે તે માટે એનડીએમાં સહયોગીઓની સંખ્યા વધારવામાં આવી રહી છે.

ભાજપની રણનીતિ:  ભાજપની રણનીતિનો એક ભાગ છે કે ઉત્તર પૂર્વથી દક્ષિણ સુધી લાભ મેળવવાની તૈયારીઓ કરી રહી છે. બિહારમાં જેડીયુને એનડીએમાં સામેલ કરીને INDIA ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. જ્યારે કર્ણાટકમાં, દેવેગૌડાની પાર્ટીએ લિંગાયતો અને અન્ય સમુદાયો સુધી સીધા પહોંચવા માટે JDS સાથે ગઠબંધન કર્યું છે. આ સાથે વચગાળાના બજેટમાં લક્ષદ્વીપને લઈને મોટો સંદેશ આપવામાં આવ્યો છે. કેરળ અને તમિલનાડુમાં પણ ભાજપ સક્રિય છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, પુડુચેરી અને લક્ષદ્વીપમાં પણ ભાજપના નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

પ્રાદેશિક પક્ષો સાથે વધાર્યો સહયોગ : પૂર્વ સાંસદ સીએમ અને વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણથી લઈને અન્ય દિગ્ગજ નેતાઓને દક્ષિણના રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે અને સંગઠનને મજબૂત બનાવવાનો હેતુ આપવામાં આવી રહ્યો છે. આંધ્રપ્રદેશમાં પવન કલ્યાણનો સહારો લીધો છે. આંતરિક સૂત્રોનું કહેવું છે કે ટીડીપીને પણ એનડીએ સાથે લાવવા માટે વાટાઘાટોની ચેનલ ખુલ્લી રાખવામાં આવી છે.

રામ મંદિર પર શ્રેય લેવાનો ભાજપનો પ્રયાસ:  ડિસેમ્બર 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હિન્દી પટ્ટાના ત્રણ રાજ્યોમાં બમ્પર જીત મેળવી છે. આ રાજ્યોમાં કોંગ્રેસ સરકાર ગુમાવતા મોટો ઇન્ડિયા અલાયન્સને મોટો આંચકો લાગ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત આગામી લોકસભા ચૂંટણી માટે સારા સંકેત આપી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ભાજપે 29માંથી 28 બેઠકો જીતી હતી. રાજસ્થાનમાં તમામ 25 બેઠકો જીતી હતી. જ્યારે છત્તીસગઢમાં તેણે 11માંથી 10 સીટો જીતી હતી. દેશમાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ભાજપ પોતાના પક્ષમાં વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસો મહદઅંશે સફળ થતા જણાય છે.

Cong questions PM Modi's brevity on Manipur during no-trust motion speech

જણાવી દઈએ કે સોમવારે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર ‘આભાર પ્રસ્તાવ’ પર ચર્ચાનો જવાબ આપ્યો છે. પોતાના એક કલાક 40 મિનિટના ભાષણમાં પીએમએ ઘણા મુદ્દાઓ પર કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને દેશમાં નબળા વિપક્ષ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી. રાષ્ટ્રપતિના સંબોધનમાં લઘુમતીઓ માટે કંઈ ન હોવાના પીએમ મોદીના દાવા પર તેમણે વિપક્ષને પણ પૂછ્યું કે તેઓ ક્યાં સુધી ભાગલા વિશે વિચારતા રહેશે? હું જોઉં છું કે ઘણા લોકોએ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી દીધી છે. મેં સાંભળ્યું છે કે ગયા વખતે પણ ઘણા લોકોએ પોતાની સીટ બદલી હતી અને આ વખતે પણ તેઓ પોતાની સીટ બદલવાની યોજના બનાવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી