cricket stadium/ રાજકોટનું ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ હવે આ નામથી ઓળખાશે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે

આ પહેલા 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ રમાઈ હતી. ત્યારે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન જાણીતા ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર નિરંજન શાહ (Niranjan Shah)ના નામ પરથી રાખવામાં આવશે. 14 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં આવેલ ખંઢેરી સ્ટેડિયમનું….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 06T142915.111 રાજકોટનું ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ હવે આ નામથી ઓળખાશે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે

Rajkot News: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ ટેસ્ટની સિરિઝ (Test Series) રમાઈ રહી છે. બંને ટીમ એક એક મેચ જીતી ચૂકી છે.

Saurashtra Cricket Association Stadium - Cricket Ground in Rajkot, India

રાજકોટમાં (Rajkot) બીજી વખત ભારત (India) અને ઈંગ્લેન્ડ (England) ટેસ્ટ મેચ રમશે. આ પહેલા 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ રમાઈ હતી. ત્યારે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન જાણીતા ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર નિરંજન શાહ (Niranjan Shah)ના નામ પરથી રાખવામાં આવશે. 14 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં આવેલ ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. એસસીએ (Saurashtra Cricket Association) સ્ટેડિયમ હવે નિરંજન શાહ ક્રિકેટ (Cricket) સ્ટેડિયમના નામથી ઓળખાશે.

Mr Niranjan Shah - Former Indian First Class Cricketer, Administrator And  Businessman

જાણો કોણ છે નિરંજન શાહ?

રાજકોટમાં વર્ષ 1987માં પહેલી આંતરરાષ્ટ્રીય વન ડે મેચ લાવવામાં નિરંજન શાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બે વખત BCCIના સેક્રેટરી રહી ચૂક્યા છે. 5 દાયકા સુધી તેમને બીસીસીઆઈમાં સેવા આપી છે. તેમના પ્રયાસોથી આ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. જેનો દેખાવ લોર્ડસના મેદાન જેવો લાગે છે.

ભારતે રાજકોટમાં અત્યાર સુધી 2 ટેસ્ટ રમી છે, જેમાં 1માં જીત મેળવી છે અને 1 ડ્રો રહી છે. આ વખતે પહેલી ટેસ્ટ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી, બીજી મેચ વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. તો ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ રાંચી અને પાંચમી અને છેલ્લી ટેસ્ટ ધર્મશાળામાં ખેલાડીઓ રમશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગૌચર જમીન મુદ્દે પશુપાલકે કર્યો આપઘાતનો પ્રયાસ