અમદાવાદ/ વાયબ્રન્ટ સમિટ પહેલાં આ વિસ્તારમાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરાશે

ભારત સરકાર પ્રાઇવેટ ડેટા સંરક્ષણ વિધેયક પણ લાવી રહી છે જેમાં ટ્વિટર, ફેસબુક જેવા સોશ્યલ મિડીયા તેમજ ઇ-કોમર્સની તમામ કંપનીઓ અને દૂરસંચારના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા છે.

Gujarat
Untitled 282 22 વાયબ્રન્ટ સમિટ પહેલાં આ વિસ્તારમાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરાશે

રાજય માં છેલ્લા 2 વર્ષમાં કોરોના મહામારીના લીધે ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાઈ ન હતી. કોરોના ની બીજી લહેર ભયાનક હતી જેઅ લખો લોકો કોરોનમાં મૃત્યુ પામ્યાં હતા ત્યારે સરકાર દ્વારા કોરોના કેસ માં નિયઁત્રણ માં લાવવા સમગ્ર રાજયમાં લોકડા ઉન લગાવી દેવામાં આવ્યું હતું . ત્યારે હવે કોરોના કેસ નિયઁત્રણ માં આવતા સાકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે જેમના પગલે આ વર્ષે ફાઈથી રાજય માં વાઇબ્રન્ટ ગુજરાત યોજાશે . ત્યારે પૂર્વ તૈયારી રૂપે પહેલાં રાજ્યમાં અદ્યતન ડેટાસેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે કે જેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કન્સેપ્ટ છે.

આ પણ વાંચો ;જમ્મુ-કાશ્મીર / કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો ઠાર, સમગ્ર વિસ્તારમાં ચલી રહ્યું છે સર્ચ ઓપરેશન

આ સેન્ટર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન વિસ્તારમાં ઉભું કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ માટે ભારત સરકાર એક સર્વગ્રાહી પોલિસી બનાવે છે.પહેલાં સંસદના શિયાળુ સત્રમાં ભારત સરકાર પ્રાઇવેટ ડેટા સંરક્ષણ વિધેયક પણ લાવી રહી છે જેમાં ટ્વિટર, ફેસબુક જેવા સોશ્યલ મિડીયા તેમજ ઇ-કોમર્સની તમામ કંપનીઓ અને દૂરસંચારના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા છે. આ વિધેયકનો ઉદ્દેશ તમામ ઇન્ટરનેટ કંપનીઓએ અનિવાર્ય રૂપથી દેશની અંદર વ્યક્તિઓના મહત્વપૂર્ણ ડેટાને સ્ટોર કરવાનો છે.

આ પણ વાંચો ;સ્વચ્છતા સર્વેક્ષણ 2021 / સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા નંબરે, ઇન્દોર સતત પાંચમાં વર્ષે પ્રથમ ક્રમાંક પર

જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે ક્રિટીકલ ડેટાને વ્યાખ્યાયિત પણ કરવામાં આવશે. વાયબ્રન્ટ સમિટ પહેલાં જો ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થપાय જાય તો આવનારા ઉદ્યોગો અને મૂડી રોકાણકારોને ફાયદો કરાવશે, આ સાથે સરકારને પણ તેનાથી મોટો ફાયદો છે. આ કામગીરી રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને કરવાની થતી હોવાથી આ વિભાગના ઉચ્ચ અધિકારી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી તેમાં માર્ગદર્શન આપશે. ગુજરાત સરકાર 10મી વાયબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અદ્યતન ડેટાસેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે કે જેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કન્સેપ્ટ છે.