અમદાવાદ: અમદાવાદ ચોરો માટે હોટસ્પોટ બની ગયું લાગે છે. આજે હવે શહેરનો કોઈ વિસ્તાર બાકી રહ્યો નથી. અમદાવાદમાં જે રીતે ચોરીઓ થઈ રહી છે તે જોતાં તો એમ જ લાગે છે કે અમદાવાદ જાણે ચોરો માટે એટીએમ બની ગયું છે.
સરખેજની એક વ્યક્તિએ ગુરુવારે કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ સાતમી નવેમ્બરના રોજ બેહોશ થતાં તેમનો 30 હજાર રૂપિયાનો સેલફોન અને લેપટોપ કોઈએ ચોરી લીધા હતા. આ ફરિયાદ મુજબ તેઓને હાઇ બ્લડ પ્રેશરના લીધે જીવરાજ પાર્ક વિસ્તારમાં ઉલ્ટી થઈ ગઈ હતી અને તેઓ બેહોશ થઈ ગયા હતા. તેમણે હોશ મેળવ્યો ત્યાં સુધીમાં તો તેમનો 30 હજારનો ફોન અને લેપટોપ ગુમ હતા.
સરખેજમાં ખાનગી પેઢીમાં નોકરી કરતા આ ભાઈ સાતમી નવેમ્બરના રોજ સેટેલાઇટમાં ક્લાયન્ટને મળવા ગયા હતા. તેના પછી તેઓ માણેકબાગ નજીક મિત્રને મળવા ગયા હતા. આ દરમિયાન રાજીવનગર મેટ્રો સ્ટેશન નજીક હતુ ત્યારે અચાનક તેમની તબિયત બગડી. હાઇ બ્લડ પ્રેશરના લીધે તેઓ ત્યાં જ બેહોશ થઈ ગયા હતા. તેમને હોશ આવ્યા ત્યારે ખબર પડી કે તેમનો સેલફોન અને લેપટોપ ચોરાઈ ગયો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાથી તે તાત્કાલિક ફરિયાદ કરી શક્યા ન હતા. સાજા થયા પછી તેમણે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે તે બેહોશ થયા હતા તેની નજીકના વિસ્તારોમા સીસીટીવી ફૂટેજ શોધવા માંડ્યા છે. પોલીસનું માનવું છે કે ગુનેગારે અત્યાર સુધીમાં તો લેપટોપ અને સેલફોન અડધી કિંમતે વેચી પણ દીધા હશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ