Not Set/ અરવલ્લી/ 56 યાત્રાળુઓ સાથે લૂંટફાટ, 15 શખ્સોએ મારપીટ કરી 2 લાખ લૂંટ્યા

અરવલ્લી: 56 યાત્રાળુઓ સાથે લૂંટફાટ મોડાસાના વોટડા ટોલટેક્સ નજીકની ઘટના 15 શખ્સોએ મારપીટ કરી 2 લાખની લૂંટ ચલાવી રાજસ્થાનથી પરત ફરી રહેલા મુસાફરો સાથે લૂંટ લૂંટારુઓએ 6 યાત્રાળુઓને ઢોર માર માર્યો ૩ યાત્રિકો ગંભીર ઘાયલ થતા ગાંધીનગર રીફર કરાયા મોડાસાના વોટડા ટોલટેક્સ નજીક યાત્રાળુઓ સાથે લૂંટફાટનો બનાવ બન્યો છે. પુષ્કર તરફથી પરત ફરી રહેલ 56 […]

Gujarat Others
aravali અરવલ્લી/ 56 યાત્રાળુઓ સાથે લૂંટફાટ, 15 શખ્સોએ મારપીટ કરી 2 લાખ લૂંટ્યા
  • અરવલ્લી: 56 યાત્રાળુઓ સાથે લૂંટફાટ
  • મોડાસાના વોટડા ટોલટેક્સ નજીકની ઘટના
  • 15 શખ્સોએ મારપીટ કરી 2 લાખની લૂંટ ચલાવી
  • રાજસ્થાનથી પરત ફરી રહેલા મુસાફરો સાથે લૂંટ
  • લૂંટારુઓએ 6 યાત્રાળુઓને ઢોર માર માર્યો
  • ૩ યાત્રિકો ગંભીર ઘાયલ થતા ગાંધીનગર રીફર કરાયા

મોડાસાના વોટડા ટોલટેક્સ નજીક યાત્રાળુઓ સાથે લૂંટફાટનો બનાવ બન્યો છે. પુષ્કર તરફથી પરત ફરી રહેલ 56 યાત્રાળુઓ સાથે લૂંટફાટ કરવામાં આવી છે. જેમાં 15 જેટલા શખ્સોએ યાત્રાળુઓ સાથે મારપીટ કરી તેમની પાસેની 2 લાખની મત્તાની લૂંટ ચલાવી છે. ઘટનાને લઇ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અરવલ્લી જીલ્લાના મોડાસા પાસેથી યાત્રાળુઓ ભરેલી બસ પસાર થઇ રહી હતી. આ દરમ્યાન 15 જેટલા લૂંટારૂઓએ બસને આંતરી હતી. બસમાં સવાર 56 યાત્રાળુઓ સાથે મારઝૂડ કરી લૂંટારૂઓ 2 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. લૂંટારૂઓએ 6 લોકોને ઢોર માર મારતા ૩ યાત્રિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હાલ ગાંધીનગર હોસ્પિટલમાં રીફર કરાયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પુષ્કરથી યાત્રાળુઓ ભરેલી બસ અરવલ્લીના મોડાસા પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે વોડડા ટોલટેક્સ પાસે લૂંટારુઓએ બસને આંતરી હતી. લૂંટારુઓએ બસમાં સવારે 56 જેટલા મુસાફરો સાથે લૂંટફાટ ચલાવી હતી. બસ પર 15 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા. જેઓએ મુસાફરો સાથે મારપીટ કરી 2 લાખના મત્તાની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ 6 લોકોને ઢોર માર માર્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.