Not Set/ સુરત ATM મશીનમાં છેડછાડ/ ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કરી નાણાં ઉપાડી, નાણાં નહીં મળ્યાંનો કલેઈમ કરતી ગેંગ ઝબ્બે

સુરત ખાતે એટીએમમાંથી નાણાં નીકળે તે વખતે જ ઈલેકલટ્રીક સપ્લાય બંધ કરી નાણાં ઉપાડતી ટોળકી ને પકડી પાડવામાં સુરત પોલીસ ને સફળતા હાથ લાગી છે. આ ટોળકીના સભ્યો એટીએમનો ઈલેકલટ્રીક સપ્લાય બંધ કરી નાણાં ઉપાડી લઈ તે નાણાં નહીં મળયાનો કલેઈમ કરતી હતી. જે બેંકના કસ્ટમર હોય તેના કસ્ટમર કેર પર જઈને દાવો કરતા હતા […]

Gujarat Surat
atm સુરત ATM મશીનમાં છેડછાડ/ ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કરી નાણાં ઉપાડી, નાણાં નહીં મળ્યાંનો કલેઈમ કરતી ગેંગ ઝબ્બે

સુરત ખાતે એટીએમમાંથી નાણાં નીકળે તે વખતે જ ઈલેકલટ્રીક સપ્લાય બંધ કરી નાણાં ઉપાડતી ટોળકી ને પકડી પાડવામાં સુરત પોલીસ ને સફળતા હાથ લાગી છે. આ ટોળકીના સભ્યો એટીએમનો ઈલેકલટ્રીક સપ્લાય બંધ કરી નાણાં ઉપાડી લઈ તે નાણાં નહીં મળયાનો કલેઈમ કરતી હતી. જે બેંકના કસ્ટમર હોય તેના કસ્ટમર કેર પર જઈને દાવો કરતા હતા કે એટીએમથી રૂપિયા મળ્યા નથી.  હરીયાણાની મેવાત ગેંગના ચાર સાગરીતોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.  રોકડા 1.13 લાખ તથા 25 એટીએમ કાર્ડ કબ્જે લીધા હતા. જ્યારે આ ગેંગ ના એક સભ્ય છેતર પિંડી આચરવા હરિયાણા થી સુરત પ્લેન માં આવ્યો હતો

બેંક ઓફ બરોડાના ભાગા તળાવ બ્રાંચમાં બેંકના એટીએમ આવેલું છે.  8 નવેમ્બરના રોજ એક કસ્ટમર બેંકમાં આવ્યો અને તેણે  મેનેજરને ફરિયાદ કરી કે તમારૂં એટીએમ વારંવાર બંધ રહે છે. તેના આધારે બેંકે તપાસ કરતા ખબર પડી કે 10 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર અને 1 નવેમ્બરથી 4 નવેમ્બર દરમિયાન ઘણી વખત એટીએમ બંધ રહ્યું છે. તેથી આ સમયગાળા દરમિયાનના એટીએમના સીસી કેમેરાના ફુટેજ ચેક કરતા બેંક અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

આ ગાળામાં કેટલાક શંકાસ્પદ ઇસમો એટીએમમાં આવે છે અને તેઓ મશીનમાંથી રૂપિયા ઉપાડતી વખતે મશીનનો ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કરી દે છે.ત્યાર બાદ મશીનમાંથી રૂપિયા કાઢી લેતા હતા. આવું 30થી વધુ વખત બન્યું હતું.  એટીએમ સેન્ટરમાં આવીને રોકડા 1.13 લાખ તથા 25 એટીએમ કાર્ડ કબ્જે લીધા હતી. ત્યાર બાદ જે બેંકના કસ્ટમર હોય તેના કસ્ટમર કેર પર જ ઈને દાવો કરતા હતા કે એટીએમથી રૂપિયા મળ્યા નથી. આવી રીતે ગઠિયાઓએ લાખો રૂપિયા ઉપાડી લીધા હતા.જોકે હજી બેંકે પોલીસને સ્પષ્ટ નથી કર્યું કે આવી રીતે કેટલાક રૂપિયા નીકળ્યા છે.

બેંક તરફથી ચીફ મેનેજર બાબુલનાથ યાદવે ક્રાઈમ બ્રાંચમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાંચે આ ગુનામાં ચાર આરોપીઓ નિયામત દિન મોહમદ મેવ, મોસીમખાન આલમખાન, રેહાન ઉર્ફ રીન્ની અલ્લાઉદ્દીન મેવ અને રહેમાન ઉર્ફ ચુન્ના અજીજ રંગરેજ ની ધરપકડ કરી છે. તેમની પાસેથી 25 એટીએમ-ડેબિટ કાર્ડ, રોકડા 1.13 લાખ રૂપિયા અને 6 મોબાઇલ ફોન કબજે કર્યા છે. તેઓ પાસે જે કાર્ડ છે એ તેમના પોતાના છે કે ક્લોન કરેલા છે તેની પણ ડીસીબી તપાસ કરી રહી છે.આરોપીઓએ પોલીસને જણાવ્યું કે જે એટીએમમાં સિક્યુરીટી ગાર્ડ ન હોય ત્યાં જઈને રૂપિયા ઉપાડે છે. મશીનમાંથી રૂપિયા બહાર આવે તે સમયે મશીનનો ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કરી દેતા હતા અને રૂપિયા ખેચીને લઈ લેતા હતા. જેથી રૂપિયા મળી જાય પરંતુ ટ્રાંજેક્શન પુરૂ થતું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.