Not Set/ રાજ્યમાં આગ ઉગલતા સૂર્યદેવ, અમરેલી ૪૧ ડિગ્રી સાથે બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર

અમદાવાદ, ચૈત્ર નવરાત્રીની સમાપ્તિની સાથે જ રાજ્યભરમાં આગ ઉગલતી ગરમીની શરૂઆત થઇ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ,સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હિટવેવથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. લોકો બપોર ૧૨ થી ૩ વાગ્યાના સમયગાળા દરમિયાન કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.અને ઠંડા પીણા તેમજ એરકન્ડિશનનો સહારો લઈ રહ્યાં છે. બુધવારે રાજ્યમાં સરેરાશ ગરમીનો […]

Gujarat
fhfhh 1 રાજ્યમાં આગ ઉગલતા સૂર્યદેવ, અમરેલી ૪૧ ડિગ્રી સાથે બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર

અમદાવાદ,

ચૈત્ર નવરાત્રીની સમાપ્તિની સાથે જ રાજ્યભરમાં આગ ઉગલતી ગરમીની શરૂઆત થઇ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ,સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હિટવેવથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. લોકો બપોર ૧૨ થી ૩ વાગ્યાના સમયગાળા દરમિયાન કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.અને ઠંડા પીણા તેમજ એરકન્ડિશનનો સહારો લઈ રહ્યાં છે.

બુધવારે રાજ્યમાં સરેરાશ ગરમીનો પારો ૪૦ ડિગ્રી નોધાયો છે. સમગ્ર રાજ્યભરમાં જોવા મળતા હિટવેવ વચ્ચે અમરેલી શહેર ૪૧ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું જયારે અમદાવાદમાં ૪૦.૪, સુરતમાં ૪૦.૬, વડોદરામાં ૪૦.૭ અને રાજકોટમાં  ૪૦.૬ ડિગ્રી તાપમાન નોધાયું હતું.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ, હાલ આગામી બે દિવસ સુધી ગરમી ઘટવાની કોઈ અણસાર નથી અને શુક્રવાર સુધીમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રી આસપાસ પહોંચી જાય એવી સંભાવના જોવા મળી રહી છે. તેથી લોકોને ભીષણ ગરમીમાંથી રાહત મળે તેવું હાલ લાગતું નથી. હવામાન ખાતા દ્વારા પણ લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપી છે. તેમજ રાજકોટમાં પણ હિટવેવને જોતા સ્થાનિક તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કર્યું છે.

બીજી બાજુ ઉનાળાની શરૂઆતમાં ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે તાપમાન વધુ રહ્યું છે ત્યારે આ ગરમી પાછળના તમામ રેકોર્ડ તોડી શકે છે એવું લાગી રહ્યું છે.