ગુજરાત/ ગુજરાતમાં આગામી લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાશે – કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

તારીખ ૧લી ઓક્ટોબરથી ‘આઇ ખેડૂત પોર્ટલ’ ઉપર નોંધણી શરૂ કરાશે. ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે

Top Stories Gujarat Others
whtasaap 8 ગુજરાતમાં આગામી લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાશે - કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી નો પ્રારંભ કરવામાં આવશે તેમ આજે વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું. રાજ્યભરના ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણીનો આગામી તારીખ 01 ઓક્ટોબર 2021થી પ્રારંભ કરવામાં આવશે. ખેડૂતોએ આ માટે ‘આઇ ખેડૂત પોર્ટલ’ ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે તેમ વધુ વિગતો આપતાં કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું.

પૂરક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫,૨૭૫ અને વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૫,૫૫૦ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૯-૨૦માં ૫,૦૦,૫૪૬ મેટ્રિક ટન અને વર્ષ ૨૦૨૦-૨૧માં ૨,૦૨,૫૯૧ મે. ટન એમ છેલ્લાં બે વર્ષમાં કુલ ૭,૦૩,૧૩૭ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને તેમના ઉત્પાદનના પુરતા ભાવ આપ્યા છે.

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી બાદ તરત જ તેમની રકમ પણ ચુકવી દેવામાં આવે છે તેમ કૃષિમંત્રીએ વધુ વિગતો આપતા ગૃહમાં જણાવ્યું હતું.

વરસાદ / ભારે વરસાદનાં કારણે અમદાવાદમાં Visibility થઇ ઓછી, નીંચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

Auto / MG Hector નું સસ્તું વેરિએન્ટ થશે બંધ, કેમેરા-ટચસ્ક્રીન જેવી સુવિધાઓ હતી ઉપલબ્ધ 

BSNLએ Jioને આપી માત / વર્ષભર ચાલતો પ્લાન Jio કરતા વધુ શક્તિશાળી છે, કિંમતમાં પણ છે કિફાયતી 

Technology / એક ક્લિકમાં ફોનમાંથી તમામ ડુપ્લિકેટ કોન્ટેક્ટ નંબરને આ રીતે દૂર કરો