કેન્દ્ર સરકાર તેમના ગળામાં ભરાયેલું Vodafoneidea-Musk વોડાફોન નામનું હાડકું હવે ભારતમાં મધલાળ દેખતા ટ્વિટરના સીઇઓ એલન મસ્કના ગળે ભરાવવા આતુર છે. એલન મસ્કને ભારતમાં કોઈપણ ભોગે તેની સ્ટાર લિંક સેટેલાઇટને લોન્ચ કરવી છે. તે આના દ્વારા ભારતના અંતરિયાળ વિસ્તારોમાં બ્રોડબેન્ડ માર્કેટ સેવા પૂરી પાડવાનું આયોજન ધરાવે છે. આ માટે તેણે પીએમઓમાં જબરજસ્ત લોબીઇંગ કર્યુ છે, પરંતુ હજી સુધી તેની દાળ ગળી નથી.
પણ કેન્દ્ર સરકાર હવે વોડાફોન આઇડિયા Vodafoneidea-Musk હજી પણ લાંબા સમય સુધી તેનું ઋણ ચૂકવવા સક્ષમ હોય તેમ લાગતું ન હોવાથી તેનો બહુમતી 33 ટકા હિસ્સો એલન મસ્કને વેચવા પર વિચારણા કરી રહી છે. જો કેન્દ્ર સરકાર એલન મસ્કને બહુમતી હિસ્સો વેચવામાં વેચવામાં સફળ રહેશે તો મસ્કની સીધી ભારતીય ટેલિકોમ માર્કેટમાં એન્ટ્રી થશે અને કેન્દ્ર સરકારના ગળે બંધાયેલો વોડાફોન રૂપી ઘંટ પણ જશે. હાલમાં કેન્દ્ર સરકાર વોડાફોન આઇડિયામાં 33 ટકા હિસ્સા સાથે સૌથી મોટી રોકાણકાર છે.
આમ તેના પગલે આગામી સમયમાં ભારતના સેટેલાઇટ Vodafoneidea-Musk અને ડેટા માર્કેટમાં એલન મસ્કની દમદાર એન્ટ્રી થશે. તેની સાથે ખાસિયત એ હશે કે મસ્કને પોતાને પણ વોડાફોનના સીધા 20 કરોડ ગ્રાહકો મળી જશે. મસ્ક તેઓને અત્યાધુનિક ફાઇવ-જી ટેકનોલોજી સાથેની પ્રોડક્ટ ઓફર કરી શકશે. બીજા શબ્દોમાં કહીએ તો મસ્કને ભારતમાં તેની આગવી ઇલેક્ટ્રોનિક ઇકોસિસ્ટમ ઊભી કરવામાં મદદ મળશે.
ભારતના ટેલિકોમ માર્કેટમાં આ સાથે મસ્ક મહત્વના ખેલાડી Vodafoneidea-Musk તરીકે ઉભરી આવશે. ફક્ત એટલું જ નહી આગામી સમયમાં મસ્કની કંપની દક્ષિણ એશિયામાં મહત્વની કંપની તરીકે પણ ઉભરી આવી શકે. જ્યારે બંધ પડવાની ઘડીઓ ગણાય છે અથવા માંડ-માંડ ચાલતી વોડાફોનને એક જબરજસ્ત રોકાણકાર મળી રહેશે. જો કે મસ્ક તેની બ્રાન્ડથી લઈને બધુ બદલી શકે છે. હવે ભારત સરકાર અને મસ્ક વચ્ચેનું ડીલ આગામી કેટલા સમયમાં થાય તેનો પર બધો મદાર રહેલો છે. આ બધુ પાછુ વર્તમાન નાણાકીય વર્ષમાં પૂરુ થશે તો જ આ સોદો શક્ય છે, નહી તો આગામી વર્ષે ચૂંટણી હોવાથી આ સોદો તેના પછી જ થાય તેમ માનવામાં આવે છે.
મસ્કની ટેસ્લા ભારતમાં આવી રહી છે ત્યારે જો સરકાર વોડાફોનમાં Vodafoneidea-Musk તેનો હિસ્સો મસ્કને વેચવામાં સફળ રહે તો મસ્કનું કદાચ આ બીજું મહત્વનું સાહસ નીવડશે. તેની સાથે સરકાર પણ મોટા હિસ્સામાંથી છૂટી થઈ રોકડ કરી શકશે અથવા તો નાનો હિસ્સો રાખી શકશે.
આ પણ વાંચોઃ Twitter New Logo X/ Twitter ને X, બનવા પાછળ આ છે એલોન મસ્કનો પ્લાન, આગલા સ્તરનો થશે એક્સપીરિયન્સ
આ પણ વાંચોઃ Phone Charging Tips/ ફોનને રાતોરાત ચાર્જ કરવો યોગ્ય કે ખોટું? લોકો અફવાઓમાં રહે છે; અહીં સત્ય જાણો
આ પણ વાંચોઃ Twitter Change/ ટ્વિટર બદલાયુઃ હવે ચકલીની જગ્યા દેખાય છે X
આ પણ વાંચોઃ YouTube Shorts/ હવે દર્શકો માટે શોર્ટ વીડિયો બનાવવા સરળ, Youtube Shortsનું નવું ફીચર
આ પણ વાંચોઃ Elon Musk Twitter/ મસ્ક ટવીટરને નવું નામ આપી શકે