YouTube shorts/  હવે દર્શકો માટે શોર્ટ વીડિયો બનાવવા સરળ, Youtube Shortsનું નવું ફીચર

જો તમને યુટ્યુબ શોર્ટ્સ પર ક્લિપ્સ જોવાનું પસંદ હોય તો આ નવું અપડેટ તમારા કામમાં આવી શકે છે. YouTube ટીમ તેના દર્શકો માટે એક નવા ફીચરનું પરીક્ષણ કરી રહી છે, આ ફીચરની મદદથી તમે વીડિયો ક્લિપ જોતી વખતે નવો વીડિયો બનાવી શકશો.

Trending Tech & Auto
Youtube Shorts

જો તમે પણ યુટ્યુબ શોર્ટ્સનો ઉપયોગ કરો છો , તો આ સમાચાર તમારા માટે નવી અપડેટ બની શકે છે. યુઝર્સને વધુ સારી સુવિધા આપવા માટે કંપની દ્વારા નવા ફીચર્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. Tiktok, Snapchat અને Instagramની જેમ હવે YouTube શોર્ટ્સમાં પણ નવા ફીચર્સ જોઈ શકાશે. યુટ્યુબ શોર્ટ્સ પર ક્લિપ્સ જોવા સિવાય હવે અલગથી નવો શોર્ટ વીડિયો બનાવી શકાશે.

યુટ્યુબ શોર્ટ્સમાં કઈ નવી સુવિધા આવી રહી છે

નવા ફીચરનું નામ YouTube ટીમના સપોર્ટ પેજ પર દર્શકો દ્વારા બનાવવામાં આવેલ Shorts તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેમાં કોમેન્ટ્સ દર્શાવવામાં આવી છે.

આ ફીચર વિશે માહિતી આપતાં કંપનીએ જણાવ્યું છે કે નવા ફીચરની સાથે મૂળ સર્જકને પણ ખબર નહીં પડે કે દર્શકે તેના અપલોડ કરેલા વીડિયોમાંથી નવું કન્ટેન્ટ બનાવ્યું છે.

આટલું જ નહીં, જો વિડિયો પર કરવામાં આવેલી કોમેન્ટનો ઉપયોગ નવો વીડિયો બનાવવા માટે કરવામાં આવે તો કોમેન્ટના મૂળ લેખકને પણ તેના વિશે ખબર નહીં પડે.

YouTube એ સ્પષ્ટતા કરી છે કે આ નવી સુવિધા સાથે, વિડિયો નિર્માતાઓ તેમના દર્શકો દ્વારા જોવામાં આવતી કોઈપણ ટિપ્પણીઓને અવરોધિત કરી શકતા નથી.

ચેનલના હોમ પર નવો શોર્ટ વીડિયો જોઈ શકશે

જો દર્શક કમેન્ટનો ઉપયોગ કરીને નવો વીડિયો બનાવે છે, તો તે તેની ચેનલના હોમ પેજ પર આ વીડિયો જોઈ શકશે. દર્શક આ વીડિયોને YouTube Shorts ફીડથી અલગથી જોઈ શકશે.

આ નવા અનુભવ અંગે હજુ સુધી કોઈપણ પ્રકારનો કોઈ સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં આ ફીચર કેવું હશે તે કહી શકાય નહીં.

કયા યુઝર્સ આ નવા ફીચરનો ઉપયોગ કરી શકે છે

YouTube એ તેના iOS અને Android વપરાશકર્તાઓ માટે આ નવું ફીચર રજૂ કર્યું છે. જોકે, હાલમાં આ ફીચરનો યુટ્યુબ દ્વારા પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, ફક્ત થોડા iOS અને Android વપરાશકર્તાઓ જ આ નવી સુવિધાનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો:Elon Musk Twitter/મસ્ક ટવીટરને નવું નામ આપી શકે

આ પણ વાંચો:Sharing Child Photos/બાળકોની ફોટો-રીલ દર મિનિટે શેર કરો છો!, થઇ શકે છે સાયબર બુલીંગનો ખતરો 

આ પણ વાંચો:Telecom Regulatory Authority of India/ Jio અને Airtel જેવી કંપનીઓને 35 કરોડનો દંડ? ફેક કોલ અને મેસેજ બન્યા તેનું કારણ