વિશ્વમાં ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રણી એપલ દ્વારા આઇફોન એક્સ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને લોન્ચિંગ સમયે આ સ્માર્ટફોનની કિંમત પણ વધુ હતી. અમેરિકામાં લોન્ચ થયા બાદ તેનું વેચાણ નવેમ્બરથી ભારતમાં શરૂ થશે. iphone X ની કિંમત 89 હજાર રૂપિયા હતી અને ટોચના મોડલની કિંમત 1 લાખ રૂપિયા છે.
પરંતુ હવે આઈફોન ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે iphone X સસ્તી કિંમતે ખરીદી શકો છો. એક સારા સમાચાર છે કારણ કે એપલે અમેરિકામની બહાર આઇફોન પર આંતરરાષ્ટ્રીય વોરંટી આપવાનું નક્કી કર્યું છે. આ પહેલા કંપની દ્વારા યુ.એસ ની બહાર ખરીદેલા આઇફોન પર આંતરરાષ્ટ્રીય વૉરંટી આપવામાં આવતી ન હતી.
નોધનીય છે કે, કંપની દ્વારા આની કોઈ જાહેરાત કરી ન હતી, પરંતુ તેના બદલે આ ફક્ત નીતિને જ ગુપ્ત રીતે અપડેટ કરી હતી. જો કે આ વોરંટી ફક્ત અનલૉક આઇફોન પર જ હશે. યુ.એસ.માં ટેલિકોમ કંપનીઓ દ્વારા જે આઈફોન વેચવામાં આવે છે જે લૉક થાય છે. જો તમે ભારતમાં તેને અનલૉક કરો છો તો તમને તેમાં વોરંટી મળશે નહીં.
