India E85 Flex-Fuel Launch 2026: ઈરાન-અમેરિકા સંઘર્ષને કારણે કાચા તેલના ભાવ 100 ડોલરને પાર કરી ગયા છે. આ સ્થિતિમાં ભારત સરકારે દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે E85 ફ્લેક્સ-ફ્યુઅલ (Flex-Fuel) ની મંજૂરી માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવાની તૈયારી કરી લીધી છે. આ ફ્યુઅલ આવવાથી ભારતની (India) વિદેશી તેલ પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થશે.
શું છે E85 ફ્લેક્સ-ફ્યુઅલ?
મિશ્રણ: E85 ફ્યુઅલમાં 85% ઇથેનોલ અને માત્ર 15% પેટ્રોલ હોય છે. અત્યારે ભારતમાં E20 (20% ઇથેનોલ) પેટ્રોલનું વેચાણ થઈ રહ્યું છે.
સ્ત્રોત: ઇથેનોલ શેરડીના રસ, મકાઈ અને સડેલા અનાજ જેવા કૃષિ ઉત્પાદનોમાંથી બનાવવામાં આવે છે, જે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.
માઈલેજ અને કિંમતનું ગણિત
નિષ્ણાતોના મતે ઇથેનોલની એનર્જી ડેન્સિટી ઓછી હોવાથી વાહનોના માઈલેજમાં 20 થી 30% નો ઘટાડો થઈ શકે છે.
ઉકેલ: માઈલેજમાં થતા ઘટાડાની ભરપાઈ કરવા માટે સરકારે ઇથેનોલની કિંમતો પેટ્રોલ કરતા ઘણી ઓછી રાખવી પડશે જેથી ગ્રાહકોને આર્થિક નુકસાન ન થાય.
ઓટો ઈન્ડસ્ટ્રીની તૈયારી
ટોયોટા, મારુતિ સુઝુકી અને TVS જેવી કંપનીઓએ હાઈ ઇથેનોલ બ્લેન્ડથી ચાલતા વાહનો રજૂ કરવાની તૈયારી બતાવી છે.
ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન: આ એન્જિન શુદ્ધ પેટ્રોલ અથવા પેટ્રોલ-ઇથેનોલના(India) કોઈ પણ મિશ્રણ પર ચાલી શકે છે. તેમાં સેન્સર હોય છે જે મિશ્રણ મુજબ એન્જિન સેટિંગ્સ એડજસ્ટ કરી લે છે.
મુખ્ય પડકારો (India )
ઇન્ફ્રાસ્ટ્રક્ચર: પેટ્રોલ પંપ પર અલગ પંપ અને ડિસ્પેન્સર લગાવવા પડશે.
ઉત્પાદન: ઇથેનોલ બનાવવાની ક્ષમતામાં મોટો વધારો કરવો પડશે.
રોડમેપ: સરકારે આ પ્લાન માટે 5 થી 15 વર્ષનો સ્પષ્ટ રોડમેપ આપવો જરૂરી છે.
આ પણ વાંચો: ભીડભાડમાં પણ WhatsApp કોલ પર અવાજ આવશે એકદમ સાફ, જાણો શું છે નવું નોઈઝ કેન્સલેશન ફીચર
