ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન કારણે હંમેશા ચર્ચામાં જોવા મળતો હોય છે ત્યારે હવે કોહલીએ પીચની બહાર કમાણીમાં પણ મેદાન માર્યું છે. કોહલીએ કમાણીમાં ફૂટબોલના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસીને પાછળ છોડયો છે.
ફોર્બ્સની કમાણીની યાદીમાં, વિરાટ કોહલી 14.5 મિલિયન ડોલર સાથે સાતમા ક્રમે આવે છે. જયારે મેસી 13.5 મિલિયન ડોલર ની કમાણી સાથે નવમાં સ્થાને છે.
મહત્વનું છે કે, ફોર્બ્સ દ્વારા વિશ્વ વિખ્યાત ખેલાડીઓની આ યાદી તેમની કમાણી (પગાર, બોનસ અને એન્ડોર્સમેન્ટની રકમ) ના આધારે તૈયાર કરવામાં આવી છે.
ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ ટોપ -10 પ્લેયરોની વાર્ષિક આવક યાદી :
- રોજર ફેડરર, ટેનિસ $ 37.2 મિલિયન
- લેબ્રોન જેમ્સ, બાસ્કેટબોલ $ 33.4 મિલિયન
- યુસૈન બોલ્ટ, એથલેટિક્સ $ 27 મિલિયન
- ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ફૂટબોલ $ 21.5 મિલિયન
- ફિલ મિકલસન, ગોલ્ફ $ 19.6 મીટર
- ટાઇગર વુડ્સ, ગોલ્ફ $ 16.6 મિલિયન
- વીરાટ કોહલી, ક્રિકેટ $ 14.5m
- રોરી મૅકક્લોય, ગોલ્ફ $ 13.6 મી
- લિયોનેલ મેસી, ફૂટબોલ $ 13.5m
- સ્ટેફન કરી, બાસ્કેટબોલ $ 13.4 મિલિયન
