Not Set/ નવસારી: ગાજવીજ સાથે ધોધમાર વરસાદને કારણે માછીવાડ ગામ બેટમાં ફેરવાયુ

નવસારી, અષાઢી બીજની દરિયામાં મોટી ભરતી હોય છે, પરંતુ હાઇ ટાઇડની આગાહીને પગલે નવસારીના કાંઠાના ગામોમા 10 ફૂટથી ઉંચા ઉછળેલા મોજાઓ જલાલપોરના દિવાદાંડી માછીવાડ ગામની પ્રોટેક્શન વોલ કુદીને ગામમા પ્રવેશતા દિવાદાંડી ગાજવીજ સાથે ધોધમાર વરસાદને કારણે માછીવાડ ગામ બેટમાં ફેરવાયુ હતુ. નવસારી જિલ્લામાં એક પછી એક કુદરતી આફતો થોભવાનુ નામ નથી લઇ રહી. એવામાં ગુરુવારથી […]

Gujarat Others
nvs pachivad pani નવસારી: ગાજવીજ સાથે ધોધમાર વરસાદને કારણે માછીવાડ ગામ બેટમાં ફેરવાયુ

નવસારી,

અષાઢી બીજની દરિયામાં મોટી ભરતી હોય છે, પરંતુ હાઇ ટાઇડની આગાહીને પગલે નવસારીના કાંઠાના ગામોમા 10 ફૂટથી ઉંચા ઉછળેલા મોજાઓ જલાલપોરના દિવાદાંડી માછીવાડ ગામની પ્રોટેક્શન વોલ કુદીને ગામમા પ્રવેશતા દિવાદાંડી ગાજવીજ સાથે ધોધમાર વરસાદને કારણે માછીવાડ ગામ બેટમાં ફેરવાયુ હતુ.

નવસારી જિલ્લામાં એક પછી એક કુદરતી આફતો થોભવાનુ નામ નથી લઇ રહી. એવામાં ગુરુવારથી રવીવાર એમ ચાર દિવસ સુધી સતત વરસેલા વરસાદને પગલે નવસારી જિલ્લાના ઘણા ગામો અને શહેરી વિસ્તારોમાં પાણી ભરાતા જન જીવન ખોરવાયું હતુ. જ્યાં વરસાદે આજ સોમવારથી વિરામ લીધો છે, ત્યાં ગઈ કાલે રવિવારે દરિયાકાંઠાના ગામોમાં હાઇટાઇડ દ્વારા આફત આવી છે. નવસારીના જલાલપોર તાલુકાના કાંઠાના દિવાદાંડી ગામે પ્રોટેકશન વોલ હોવા છતા અષાઢી બીજની દરિયાઇ ભરતીમાં મોજા 10 ફૂટથી ઉંચા ઉછળતા ભરતીના પાણી પ્રોટેક્શન વોલ કુદીને ઘરોમાં ઘુસી ગયા હતા.

machivad paani નવસારી: ગાજવીજ સાથે ધોધમાર વરસાદને કારણે માછીવાડ ગામ બેટમાં ફેરવાયુ

રવિવારે દરિયાનુ પાણી ગામમા ભરાતા જ જાણે ગામ દરિયાઇ બેટમાં ફેરવાયુ ગયું હોય એવુ ચિત્ર ઉપસી આવ્યુ હતુ.

બીજી તરફ રવિવારે સવારે જલાલપોરના ધારસભ્ય આર.સી. પટેલે સંબંધીત વિભાગના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાતે જઈ ગામના હાલ જાણ્યા હતા. જોકે ધારાસભ્યએ ગામ લોકો આવી આફતોથી ટેવાયેલા હોવાની પરોક્ષ રીતે વાત કરી હતી. જલાલપોરના ધારસભ્ય આર.સી. પટેલે જણાવ્યુ હતુ કે,

પ્રોટેક્શન વોલના પાળાને ઉંચો બનાવવા માટે 4 કરોડ રૂપિયા ફાળવાયા છે, જેનુ કામ દિવાળી સુધીમાં પુર્ણ થશે. જોકે છેલ્લા ત્રણ વર્ષોથી હાઇ ટાઇડ વખતે દરિયાનુ પાણી ગામમાં ઘુસી જાય છે, પરંતુ અમારા સરપંચ એક્ટીવ છે. જજે ગામ લોકો માટે એક સકારાત્મક બાબત છે. દરિયાઇ ભરતીને કારણે ગામડાઓમા સમસ્યા તો છે, પરંતુ અમે બધુ સંભાળી લઇશુ એવો આત્મવિશ્વાસ આપીએ છીએ.”