Not Set/ દારૂ પર દંગલ/ રાજ્યમાં દેશી દારૂની ભઠ્ઠીઓની હવે ખેર નથી

દેશી હોય કે વિદેશી દારૂ, કે અન્ય કોઈ પણ માદક પદાર્થ, ગુજરાતમાં ના મળે તોજ બહુ કહેવાય. ગાંધીનું ગુજરાત દિવેસે ને દિવસે નશાનું ગુજરાત બની રહ્યું છે. દારૂ, ચરસ , ગાંજો, ડ્રગ આ બધુ જ હવે ગુજરાતમાં બહુ સામાન્ય થઈ ગયું છે. જે કસર બાકી હતી તે ટીવી અને ફિલ્મોમાં  દર્શાવાતા નશાખોરીના દ્રશ્યોએ પૂરી કરી […]

Rajkot Gujarat
દારૂ દારૂ પર દંગલ/ રાજ્યમાં દેશી દારૂની ભઠ્ઠીઓની હવે ખેર નથી

દેશી હોય કે વિદેશી દારૂ, કે અન્ય કોઈ પણ માદક પદાર્થ, ગુજરાતમાં ના મળે તોજ બહુ કહેવાય. ગાંધીનું ગુજરાત દિવેસે ને દિવસે નશાનું ગુજરાત બની રહ્યું છે. દારૂ, ચરસ , ગાંજો, ડ્રગ આ બધુ જ હવે ગુજરાતમાં બહુ સામાન્ય થઈ ગયું છે. જે કસર બાકી હતી તે ટીવી અને ફિલ્મોમાં  દર્શાવાતા નશાખોરીના દ્રશ્યોએ પૂરી કરી છે. આ જોઈને આજની યુવા પેઢી માદક દ્રવયોના રવાડે વધુ જય રહી છે. અને બરબાદ થઈ રહી છે. સરકાર પોતાના પ્રયત્નો કરી રહી છે. પરંતુ સરકાર કરતાં ગુનહા ખોરીના હાથ વધુ લાંબા છે.

વાત કરીએ રાજકોટ પાસે આવેલા જેતપુર ની તો અંહી દેશી ગાળવાની ભઠ્ઠીઓ ધમધમે છે. અંહી આવેલી ભાદર નદીના પટમાં ખૂલે આમ દેશી દારૂની ભઠ્ઠીઓ આવેલી છે. છેલ્લા ઘણા સમયથી અંહી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધામી રહી હતી.

ચોક્કસ બાતમીને આધારે રાજકોટ એલસીબી એ જેની પર સપાટો બોલાવ્યો હતો.

આ રેડમાં 200 લીટર આથો ,50 લીટર  તૈયાર દેશી દારૂ સહિત દેશી દારૂ બનાવવા માટેના સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દારૂ ગાળવાનું બેરલ, તગારૂ વગેરે સાધનો પણ કબ્જે કર્યાછે.

સાથે સાથે દારૂની ભઠ્ઠી ચલાવતી એક મહિલા આરોપી પણ ઝડપાઇ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.