Gujarat Assembly Election 2022/ જૂનાગઢમાં આ વખતે ભાજપે પોતાના ઉમેદવાર બદલ્યા, શું લઇ શકશે કોંગ્રેસથી બદલો?

જૂનાગઢ વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણો-જુનાગઢ વિધાનસભા બેઠક પર દલિત, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારોનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. આ સિવાય પાટીદાર, લોહાણા, આહીર, વાલ્મીકિ સહિત અન્ય જ્ઞાતિઓના મળીને કુલ 2,86,293 જેટલા મતદારો જૂનાગઢ વિધાનસભા બેઠક પર નોંધાયેલા છે.

Gujarat Gujarat Assembly Election 2022 Others
જૂનાગઢ

ગુજરાતમાં 182 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને તેના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાતની 182 બેઠકોમાંથી જૂનાગઢ મહત્વની બેઠકો પૈકીની એક છે. 2017ની ચૂંટણીમાં જૂનાગઢ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. જૂનાગઢ વિધાનસભા બેઠક ગુજરાતના જૂનાગઢ જિલ્લા હેઠળ આવે છે અને તે જિલ્લાનું મુખ્ય મથક પણ છે.

જૂનાગઢમાંથી કોણ છે ઉમેદવાર-

કોંગ્રેસે આ વિધાનસભા બેઠક પરથી છેલ્લે વિજેતા ઉમેદવાર ભીખાભાઈ ગલાભાઈ જોષીને ફરીથી ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ઉમેદવાર બદલીને સંજયભાઈ કોરાડિયા પર દાવ લગાવ્યો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ચેતનકુમાર હરસુખભાઈ ગજેરાને ટિકિટ આપી છે.

આ વિધાનસભા બેઠક પર જાતિગત સમીકરણો-જુનાગઢ વિધાનસભા બેઠક પર દલિત, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારોનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. આ સિવાય પાટીદાર, લોહાણા, આહીર, વાલ્મીકિ સહિત અન્ય જ્ઞાતિઓના મળીને કુલ 2,86,293 જેટલા મતદારો જૂનાગઢ વિધાનસભા બેઠક પર નોંધાયેલા છે. જે પૈકી 65.96 ટકા પુરુષ અને 66.28 ટકા મહિલા મતદારો જૂનાગઢ વિધાનસભા સીટ પર નોંધાયેલા છે. વર્ષ 2012 અને 2017માં ભાજપ તરફથી લોહાણા સમાજના અગ્રણી મહેન્દ્ર મશરૂ ઉમેદવાર હતા. બીજી તરફ કોંગ્રેસમાંથી મેંદરડાના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી ચૂંટણી જંગમાં ઉમેદવાર હતા. જેમાં વર્ષ 2012માં હારનો સ્વાદ ચાખી ચૂકેલા ભીખાભાઈ જોશી વર્ષ 2017માં તેના પૂર્વ પ્રતિસ્પર્ધી મહેન્દ્ર મશરૂને પરાજય આપીને હારનો બદલો લઈને જૂનાગઢ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવામાં સફળતા મેળવી હતી. જૂનાગઢમાં સોરઠીયા આહિર, કારડિયા ક્ષત્રિય, કોળી અને પાટીદાર સમાજની બહુમતિ છે. તેમાં પણ આહિર સમાજની વસ્તી લગભગ 12 ટકા જેટલી છે.

છેલ્લી ચૂંટણીનું પરિણામ શું આવ્યું-

2017માં આ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 49.60 ટકા મતદાન થયું હતું. 2017માં ભારતીય કોંગ્રેસના જોષી ભીખાભાઈ ગલાભાઈએ ભારતીય જનતા પાર્ટીના મશરૂ મહેન્દ્રભાઈ લીલાધરભાઈને 6084 મતોની સરસાઈથી હરાવીને બેઠક જીતી હતી.

વર્ષ 1962માં અસ્તિત્વમાં આવેલી જૂનાગઢ વિધાનસભા બેઠક પર 1લાખ 47હજાર અને 291 પુરુષ અને 01 લાખ 38 હજાર 986 જેટલા મહિલા મતદારો મળીને કુલ 2લાખ 86 હજાર 293 જેટલા મતદારો જૂનાગઢ વિધાનસભા સીટ પર નોંધાયેલા છે. એક સમાન ભાજપ અને કોંગ્રેસના વર્ચસ્વવાળી જૂનાગઢ બેઠક પર શહેર સહિત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શહેરનું મતદાન કોઈ પણ રાજકીય પક્ષની હાર અને જીત માટે અત્યાર સુધી મહત્વનું બનતું આવ્યું છે અને આગામી દિવસોમાં જૂનાગઢ ફરી એક વખત ધારાસભ્યની હાર અને જીત માટે મહત્ત્વનું બનશે.

આ પણ વાંચો:2012માં અસ્તિત્વમાં આવ્યું હતું ઘાટલોડિયા, આ બેઠકે ગુજરાતને આપ્યા બે મુખ્યમંત્રી

આ પણ વાંચો:અમરાઈવાડી વિધાનસભા બેઠક, શું ભાજપનો વિજય રથ રોકી શકશે કોંગ્રેસ!

આ પણ વાંચો:ગુજરાતની ચૂંટણી બાદ ભાજપની નજર દક્ષિણ પર, જાણો શું છે પ્લાન