અમદાવાદ એરપોર્ટ/ કસ્ટમ ઓફિસરની ઓળખ આપી સાઉદીથી પરત આવેલા યુવકને ખંખેર્યો

હું કસ્ટમ અધિકારું છું અને મારે તમારો સમાન ચેક કરવો છે. વિદેશથી આટલી બધી મોંઘી વસ્તુઓ કેમ લાવ્યા છો કહી એરપોર્ટ ઉપર વિદેશથી આવેલા પ્રવાસીઓ સાથે ….

Top Stories Ahmedabad Gujarat
એરપોર્ટ કસ્ટમ ઓફિસરની ઓળખ આપી સાઉદીથી
  • સાઉદીથી પરત આવેલો યુવક લૂંટાયો
  • કસ્ટમ ઓફિસરની ઓળખ આપી લૂંટ ચલાવી
  • સોના બિસ્કિટ છુપાવી આવતો હતો યુવક
  • સિક્યોરિટી સહિત ત્રણ ઝડપાયા

અમદાવાદ (ahmedabad)શહેરમાં ગુનાખોરીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના પોસ વિસ્તાર એવા એરપોર્ટ (airport)પણ તેમાંથી બાકાત નથી. અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport )ઉપર જ વિદેશથી આવેલા પ્રવાસીઓ સાથે મોટી છેતરપિંડીની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. નકલી કસ્ટમ ઓફિસર બની તેની પાસેથી વિદેશથી લાવવામાં આવેલી કિમતી ચીજ વસ્તુઓની પડાવી લેવાની ઘટના અનેકવાર સામે આવી છે.  ત્યારે એરપોર્ટ પોલીસ દ્વારા આ ઘટનામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અને ચાર જેટલા નકલી અધિકારીઓનો પર્દાફાસ કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Patel International Airport) પર વિદેશથી આવતા પ્રવાસીઓ એરપોર્ટની બહાર નિકળે ત્યારે નકલી કસ્ટમના અધિકારી(Customs officer) બની એકલ-દોકલ પ્રવાસીઓને રોકીને તેમનો સમાન ચેક કરવામાં આવતો હતો. આ નકી કસ્ટમ અધિકારીઓએ પ્રવાસીનો સામાન ચેક કરવાને બહાને ધમકાવીને વિદેશથી લાવેલી ચિજ-વસ્તુઓ પડાવીને પલાયન થઈ જતાં હતા.  છેલ્લા ઘણા સમયથી એરપોર્ટ પર કસ્ટમ ઓફિસર (Customs officer) બની લૂંટ કરવાની ઘટનાઓ વધી રહી હતી. જેને કારણે એરપોર્ટ પર સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

હાલમાં જ કસ્ટમ ઓફિસર (Customs officer) બની ફરી એક વિદેશી પ્રવાસી (Foreign tourist)સાથે લૂંટની ઘટના બની હતી. કુવૈતથી આવેલા યુવકને ચાર નકલી કસ્ટમ ઓફિસરે ડરાવી ધમકાવી તેની પાસે રહેલો કિમતી સમાન પડાવી લીધો હતો. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીને ચાર નકલી કસ્ટમ અધિકારીઓને પકડી લીધા હતા.

પ્રાપ્ત વિગતોને આધારે ઉત્તરપ્રદેશના મુઝફરનગરના રહેવાસી  શાહ ફૈસલ નાઝીમહસન છેલ્લા અઢી વર્ષથી સાઉદીમાં રિયાધ (Riyadh) ખાતે નોકરી કરે છે. ગત 7 મી જુનના રોજ ફૈસલ ભારત આવ્યો હતો. અને  અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર ઉતર્યા હતા. એરપોર્ટ પર શાહ ફૈસલને લેવા માટે તેમનો મિત્ર આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને પાર્કીંગમાં રિક્ષામાં બેસી રહ્યા હતા. આ સમયે ચાર અજાણ્યા શખસો પોતે કસ્ટમના અધિકારી(customs officer) હોવાનું કહીને શાહ ફેસલને રોક્યો હતો. તેનો સામાન અને તેનું ચેકીંગ કરવાનું કહીને ડરાવી ધમકાવતા હતા.બાદમાં તમામ સામાનનું ચેકીંગ કરવાનું કહીને મોબાઈલ ફોન, ગોલ્ડ સહિત કુલ રૂ. 5.92 લાખની મત્તા લઈ લીધી હતી. આ તમામ વસ્તુઓ લઈને ચારેય શખસો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગભરાયેલો ફૈસલ ઘરે પહોંચી ગયો હતો. બાદમાં તેમને ખ્યાલ આવ્યો હતો કે, કસ્ટમ ઓફિસરે તેમને નથી લૂંટ્યા આ તો કોઇ બોગસ ટોળકી હતી. જેથી તેમણે એરપોર્ટ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે એરપોર્ટ પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ દરમિયાન ગાંધીનગર સેકટર-3 પાસે રહેતા ઋત્વિક રાઠોડ, શશીકાન્ત ઉર્ફે સોનુ તિવારી, ઓઢવના મહેશ્વેરી સોસાયટીમાં રહેતા પ્રકાશ મહેરીયા અને કોતરપુર દશામાની ચાલીમાં રહેતા સંતોષ મૌર્યની પોલીસે ધરપકડ કરી હતી, અગાઉ પણ કસ્ટમ અધિકારીના સ્વાંગમાં પ્રવાસીઓને લૂંટવામાં આવ્યા હતા. જેમાં આ શખસો સંડોવાયેલા છે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આસ્થા/ પુરીના ભગવાન જગન્નાથની મૂર્તિઓ કેમ રહી અધૂરી ? જાણો શું છે પૌરાણિક માન્યતા