Not Set/ સુરત વરસાદે બનાવ્યું બદસૂરત/ એકબાજુ કોરોના તો બીજી બાજુ વરસાદનો કહેર –જાયે તો જાયે કહાં

  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરતમાં  સાર્વત્રિક ધોધમાર વરસાદ પડ્યો છે.  વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.  પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે  હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.  સણીયા હેમદ, કિમ, પલસાણા વિસ્તારમાં પાણી ભરતા હાલકી ભોગવવાનો વારો આવ્યો.  ઓલપાડ, માંડવી,માં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ઓલપાડ ઓલપાડ તાલુકામાં ઠેર ઠેર વરસાદના પાણી […]

Gujarat Surat
3d973ae8344adefa93ef01c5964837bb સુરત વરસાદે બનાવ્યું બદસૂરત/ એકબાજુ કોરોના તો બીજી બાજુ વરસાદનો કહેર –જાયે તો જાયે કહાં
 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરતમાં  સાર્વત્રિક ધોધમાર વરસાદ પડ્યો છે.  વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.  પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે  હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.  સણીયા હેમદ, કિમ, પલસાણા વિસ્તારમાં પાણી ભરતા હાલકી ભોગવવાનો વારો આવ્યો.  ઓલપાડ, માંડવી,માં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

ઓલપાડ

ઓલપાડ તાલુકામાં ઠેર ઠેર વરસાદના પાણી ફરી વળ્યા છે.  ઓલપાડ ફરતે આવેલ વિવિધ સોસાયટીઓમાં જતા રસ્તાઓ જળબંબાકાર બન્યા છે. ઓલપાડ ફરતે આવેલ સોસાયટીઓમાં અવરજવર કરવામાં મુશ્કેલી ઊભી થઇ છે. 

સેનાખડી

સેના ખાડીના મુખમાં  ઓલપાડ થી લઈ દાંડી તેમજ મોર ભગવા સુધીના વિસ્તારમાં મોટા પાયે ઝીંગા તળાવો દ્વારા ગેરકાયદેસર રીતે પાળા અને ઝીંગા તળાવો બનાવવાથી અને  સેના ખાડીના ફ્લડપ્લેન વિસ્તારમાં હજારો હેકટરમાં સરકારી ખાદીના વહેણની જમીનો પર ભુમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતા સેના ખાડીનું વરસાદી પાણી દરિયામાં જતા અટકી રહ્યું છે અને તેના કારણે ઝડપથી પાણીનો નિકાલ થઈ રહ્યો નથી.  સેના ખાડીમાં મળતી નાની ખાડીઓ , વહેણો, કાંસો  તેમજ ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીની  યોગ્ય નિકાલ નહિ થવાને લીધે ઓલપાડ નગર તેમજ આજુબાજુના વિસ્તારમાં ઠેરઠેર પાણીનો ભરાવો દેખાઈ રહ્યો છે.

લોકોને હાલાકીનો સામનો કરી રહો કરવો પડી રહ્યો છે.  પાણીના ભરાવાના લીધે  ઘણા ખેતરોમાં પણ આ પૂરના પાણી ભરાઈ જવા પામ્યા છે ખેડૂતો પણ આ પાણી નિકાલની સમસ્યાને લીધે પરેશાન છે. તંત્ર ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવેલ નથી.

સુરતમાં આવેલા ઓલપાડના કઠોદરા ગામને વરસદા પડવાના કારણે રસ્તા પર પાણી ભરી વળ્યા છે.  કિમ થી કઠોદરા જતા માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા.  સુરતમાં પૂરની સ્થિતિને લઈને NDRFની ટીમ દ્વારા કઠોજરા તરફ જતા રસ્તાની મુલાકાત લેવામાં આવી.  હાલમાં વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજજ છે.

પાણીમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી

સુરતના પલસાણના બલેશ્વર ગામે કેડસમાં પાણી ભરાયા છે. કેડસમા પાણીમાં મુસ્લિમ મહિલાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. ગામ ના હિંદુ-મુસ્લિમ ધર્મ ના લોકો એ સાથે મળી કેડસમાં પાણી માંથી મહિલા ની અંતિમ યાત્રા કાઢી હોવાનો વીડિયો સોશિયસ મી઼ડિયામાં વાયરલ થયો છે.

લિંબાયત

સુરતના લિંબાયત  મીઠી ખાડી વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કામરું નગરમાં મીઠી ખાડીના પાણી ફરી વળ્યા્ છે.  ત્યારે આ પાણીમાં 2 હજારથી વધુ લોકો ફસાયા છે. ફસાયેલા લોકોનું  NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 1000 કરતા વધુ લોકોનું રેસ્ક્યુ કરાઈ ગયું છે.  ત્યારે બાકીનાનું રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે.

પર્વત પાટિયા

 સુરતમાં મેઘપ્રકોપના કારણે આખા જિલ્લામાં તારાજી સર્જી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. સોસાયટીનાં ઘરોમાં પાણી ઘુસી જતા ત્યાંથી 200 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. માધવબાગ સોસાયટીઓના લોકોના રેસ્ક્યુમાં ફાયર વિભાગની સાથે સાથે આરએસએસ પણ લોકોની મદદે આવ્યું છે. 

ઉકાઈ ડેમ

સુરતમાં પડી રહેલા અવિરત વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ડેમના દરવાજા ખોવામાં આવ્યાં.  ઉકાઇ ડેમમાં હાલ 85042 ક્યુસેક પાણીની આવક થઈ છે.  ઉકાઇ ડેમ દ્વારા 70524 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઇમાંથી પાણી છોડાતા તાપી નદીમાં પાણીના સ્તરમાં વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.