Not Set/ પ્રદુષણ/ દિલ્હી બાદ હવે અમદાવાદ પણ પ્રદુષણની જાળમાં લપેટાયું…  જાણો કેમ ??

દિલ્હી બાદ હવે અમદાવાદ પણ પ્રદુષણની જાળમાં લપેટાયું રહ્યું છે. દિલ્હીમાં પ્રદુષણ ધુમાડાના કારણે ફેલાય છે જ્યારે અમદાવાદમાં સૌથી વધુ પ્રદુષણ ધૂળના રજકણના કારણે ફેલાય છે. જી હા જીવવું હોય અને તંદુરસ્ત જીવન જીવવું હોય તો લઇ લો માસ્કનો સહારો. કારણ કે હવે દિલ્હીની લાઇનમાં જ આવી ગયું છે અમદાવાદ. અમદાવાદમાં પ્રદુષણ ફેલાવાનું મુખ્ય કારણ […]

Ahmedabad Gujarat
pollution પ્રદુષણ/ દિલ્હી બાદ હવે અમદાવાદ પણ પ્રદુષણની જાળમાં લપેટાયું...  જાણો કેમ ??

દિલ્હી બાદ હવે અમદાવાદ પણ પ્રદુષણની જાળમાં લપેટાયું રહ્યું છે. દિલ્હીમાં પ્રદુષણ ધુમાડાના કારણે ફેલાય છે જ્યારે અમદાવાદમાં સૌથી વધુ પ્રદુષણ ધૂળના રજકણના કારણે ફેલાય છે.

જી હા જીવવું હોય અને તંદુરસ્ત જીવન જીવવું હોય તો લઇ લો માસ્કનો સહારો. કારણ કે હવે દિલ્હીની લાઇનમાં જ આવી ગયું છે અમદાવાદ. અમદાવાદમાં પ્રદુષણ ફેલાવાનું મુખ્ય કારણ છે ધુળ અને ધુમાડો, અને આ ધૂળનું પ્રદુષણ ફેલાવા પાછળ જવાબદાર છે રોડ રસ્તાઓ. pollution 2 પ્રદુષણ/ દિલ્હી બાદ હવે અમદાવાદ પણ પ્રદુષણની જાળમાં લપેટાયું...  જાણો કેમ ??

કેન્દ્ર સરકારના નેશનલ એપ ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ  હેઠળ 2018માં એક સર્વે કરાયો.  જેમાં 50 શહેરોમાં વાયુ પ્રદુષણની સ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં PM10ની માત્ર નિયત-60 કરતા વધુ હોય તેવા શહેરોમાં અમદાવાદ દેશમાં ત્રીજા ક્રમાંકે છે. CPCBની રિપોર્ટ મુજબ હવામાં ધુળના રજકણોની માત્રા 60 જ્યારે ધૂમાડાની માત્રા 40 હોવી જોઈએ. જેની સામે અમદાવાદમાં ધૂળના રજકણોનું પ્રમાણ ચાર ગણુ  છે. જ્યારે ધૂમાડાનું પ્રમાણ બે ગણુ છે. જેનાં કારણે શહેરમાં શ્વાસની બિમારીઓમાં સંદતર વધારો થયો હોવાનુ તબીબો જણાવી રહ્યાં છે.

pollution 3 પ્રદુષણ/ દિલ્હી બાદ હવે અમદાવાદ પણ પ્રદુષણની જાળમાં લપેટાયું...  જાણો કેમ ??

પ્રદુષણનું પ્રમાણ વધતા શહેરીજનો પણ મુંઝવણમાં મુકાયા છે. પ્રદુષણનું પ્રમાણ વધવાના મુખ્ય કારણ પર નજર કરીએ તો અમદાવાદમાં હાલમાં  પિરાણા કચરાના ડુંગરમાં વારંવાર લાગતી આગ તેમજ બાંધકામ અને મોટા પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી ધૂળ,ખુલ્લા પ્લોટમાંથી થતું માટીનું ધોવાણ અને જાહેરમાં કચરાને આગ લગાડવાની પ્રવૃતિથી હવામાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું  છે, કોર્પોરેશને પ્રદુષણનું સ્તર બતાવવા માટે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર  એર સફર નામની ડિસ્પલે પણ લગાવી છે, પણ અફોસસ એ વાતનો છે કે આ ડિસપ્લે હાલમા બંધ હાલતમાં છે.

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ CPCB નાં વર્ષ 2018-19ના રિપોર્ટ મુજબ હવે અમદાવાદ પણ દિલ્હીની જેમ પ્રદુષણમાં આગળ વધુ રહ્યું છે. દિલ્હીમાં સૌથી વધુ પ્રદુષણ ધુમાડો ફેલાય છે. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ પ્રદુષણ ધૂળના રજકણનાં કારણે ફેલાય છે.

એક તરફ અમદાવાદમાં હવામાં ધૂળનાં કારણે પ્રદુષણનુ સ્તર વધતુ જાય છે ત્યા બીજી તરફ પ્રદુષણનુ સ્તર બતાવતી ડિસ્પ્લે બંધ થતા શહેરીજનો પણ પ્રદુષણનાં સ્તર મામલે મુંજવણમાં મુકાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.