Not Set/ અમરેલી/ જીલ્લા કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ, કોંગ્રેસમાં ભાગલા પડવાના સ્પષ્ટ સમીકરણો

અમરેલી જિલ્લામાં કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ જોવા મળ્યા છે. કોંગ્રેસ શાસિત  સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા અમરેલીના સાંસદ નારણ કાછડીયાની અધ્યક્ષતામાં  સ્નેહમિલન યોજવામા આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ રાઘવ સાવલીયા દ્વારા કોંગ્રેસ સામે બગાવતના સુર છેડવામા આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાતનુ આમંત્રણ કાર્ડમાં નામ નહિ છાપીને કોંગ્રેસમાં ભાગલા પડવાના સ્પષ્ટ સમીકરણો જોવા મળી […]

Top Stories Gujarat Others Politics
Congress flag PTI અમરેલી/ જીલ્લા કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ, કોંગ્રેસમાં ભાગલા પડવાના સ્પષ્ટ સમીકરણો

અમરેલી જિલ્લામાં કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ જોવા મળ્યા છે. કોંગ્રેસ શાસિત  સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા અમરેલીના સાંસદ નારણ કાછડીયાની અધ્યક્ષતામાં  સ્નેહમિલન યોજવામા આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ રાઘવ સાવલીયા દ્વારા કોંગ્રેસ સામે બગાવતના સુર છેડવામા આવ્યો છે.

સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાતનુ આમંત્રણ કાર્ડમાં નામ નહિ છાપીને કોંગ્રેસમાં ભાગલા પડવાના સ્પષ્ટ સમીકરણો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ દ્વારા સોસીયલ મીડિયામાં કોઈ કોંગ્રેસી કાર્યકરોને  તાલુકા પંચાયતના પ્રમુખના કાર્યક્રમમા ન જવાની સ્પષ્ટ સૂચના અન્યથા પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી. આવા અનેક કારનો ને લઈને અમરેલી કોંગ્રેસમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યાં છે. કોંગ્રેસ તાલુકા પંચાયત પ્રમુખના સ્નેહમિલન કાર્યક્રમને લઈને ભાજપ ગેલમાં તો કોંગ્રેસ મુકાઈ મૂંઝવણમાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.