સુરત/ ભાજપ બાદ AAPના વોટ્સએપ ગ્રુપમાં ધૂમ્યા અશ્લિલ વીડિયો, મહિલા કાર્યકર્તાઓમાં રોષ

સુરત AAPના ગૃપમાં અશ્લિલ વીડિયો મુકાતા વિવાદનુ વંટોળ ઊભુ થયું છે.આમ તો  લોકોનું પ્રતિનિધિત્વ કરતા રાજકારણીઓ અવારનવાર વિવાદમાં ઘેરાતા રહેતા હોય છે.

Gujarat Surat
AAPના
  • AAPના ગ્રુપમાં અશ્લિલ વીડિયો
  • ગ્રુપમાં મુકાયા અશ્લિલ વીડિયો
  • અશ્લિલ વિડીયો મુકાતા સર્જાયો વિવાદ
  • મહિલા કાર્યકર્તાઓમાં રોષ

સુરત આમ આદમી પાર્ટી  ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ઉભું થયેલું ચર્ચાનું કારણ આપની શાખને ઠેસ પહોંચાડે તેવું છે. થયું છે એવું કે AAPના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : હરખના તેડામાં ટોપરાપાક ખાધોને દવાખાનાના તેડા આવ્યા! હળવદમાં 70ને ફૂડપોઇઝનિંગ

સુરત AAPના ગૃપમાં અશ્લિલ વીડિયો મુકાતા વિવાદનુ વંટોળ ઊભુ થયું છે.આમ તો  લોકોનું પ્રતિનિધિત્વ કરતા રાજકારણીઓ અવારનવાર વિવાદમાં ઘેરાતા રહેતા હોય છે.ત્યારે  આમ આદમી પાર્ટીના વોટ્સએપ ગૃપમાં અશ્લિલ કન્ટેન્ટ શેર કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગૃપમાં મહિલાઓ પણ હોવાથી આ અશ્લિલ કન્ટેન્ટ બાદ આપ મહિલા કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.

આ પણ વાંચો :કાંકરિયામાં ફરી એકવાર દુર્ઘટના ટળી, મોડી રાત્રે હોરર હાઉસમાં લાગી આગ

AAPની રાજકીય દશા બેઠી છે. સુરતમાં ફરી સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વધુ એક વીડિયોએ આપની આબરૂ ધૂળધાણી કરી છે. શુક્રવારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાઈરલ થયો હતો. આપ સુરત નામથી બનાવાયેલા વોટસએપ ગ્રુપમાં સબ કુછ કરો લવ નહીં. નામથી સ્ટેટસ ધરાવતા કાર્યકરે આપ સુરત નામથી બનાવાયેલા વોટ્સએપ ગ્રુપમાં એક બિભત્સ ક્લીપ મુકી હતી. જેને લઈને ચકચાર મચી ગઈ હતી.

મહત્વનું છે કે, મમલા પાટીલ દ્વારા વોટ્સએપ ઉપર આપ સુરત નામથી ગ્રુપ બનાવાયું છે. તેઓ ગ્રુપ એડમીન છે. મળતી માહિતી પ્રમાણે આ ગ્રુપમાં આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો પણ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :રાજકોટની યુવતીની જૂનાગઢ ભવનાથમાં હત્યા કરાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ, જાણો

આ પણ વાંચો :ઊના શહેરમાં ૨૦ દિવસમાં ત્રણ ચોરીના બનાવથી લોકોમાં ફફડાટ..

આ પણ વાંચો :સાબરમતીમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો હાલ પૂરતા બંધ જ રાખવા : HCનો આદેશ