મંતવ્ય ન્યૂઝ,
તાપીના સોનગઢ પાસેથી એક રાજસ્થાની બાઈક સવાર પાસેથી વિસ્ફોટકનો જથ્થો ઝડપાયો છે. જેને કારણે કોઇ હુમલાની દહેશતને લઇને ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક બાઈક સવાર સોનગઢના ગુણસદા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન એસઓજીને બાતમી મળતા ઈસમને રોકી ઝડતી લેતા તેની પાસેના કોથળામાંથી વિસ્ફોટકનો જથ્થા મળી આવ્યો હતો.
એસઓજીએ બાઈક સવાર પાસેથી 400 નંગ જીલેટીન ટોટા અને 450 નંગ ઈલેકટ્રિક કેપ કબજે કરી હતી. હાલ તો એસઓજીએ અટકાયત કરેલા યુવકની વધુ પુછપરછ હાથ ધરી છે.