Not Set/ કાળઝાળ ગરમીમાં રાહત, આવતા પાંચ દિવસમાં પારો નીચો ઉતરશે

અમદાવાદ, કાળઝાળ ગરમીથી પરેશાન પાંચ ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળી શકે છે.સોમવારે રાજ્યમાં અનેક જીલ્લાઓમાં તાપમાનનો પારો નીચો ઉતરતા લોકોએ રાહત મેળવી હતી.હવામાન ખાતાના કહેવા પ્રમાણે આવતા પાંચ દિવસ દરમિયાન ગરમી ઓછી થશે અને કેટલાંક વિસ્તારોમાં માવઠું પણ થઇ શકે છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે  અમદાવાદમાં પણ ગરમીનો પારો ગગડશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે રાજ્યમાં […]

Top Stories Gujarat Others
trt 17 કાળઝાળ ગરમીમાં રાહત, આવતા પાંચ દિવસમાં પારો નીચો ઉતરશે

અમદાવાદ,

કાળઝાળ ગરમીથી પરેશાન પાંચ ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળી શકે છે.સોમવારે રાજ્યમાં અનેક જીલ્લાઓમાં તાપમાનનો પારો નીચો ઉતરતા લોકોએ રાહત મેળવી હતી.હવામાન ખાતાના કહેવા પ્રમાણે આવતા પાંચ દિવસ દરમિયાન ગરમી ઓછી થશે અને કેટલાંક વિસ્તારોમાં માવઠું પણ થઇ શકે છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે  અમદાવાદમાં પણ ગરમીનો પારો ગગડશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના પગલે રાજ્યમાં કમોસમી વરસાદની ભીતી પણ છે. 9 અને 10મી મેના રોજ વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 9 તારીખે કચ્છ અને રાજકોટમાં વરસાદી ઝાપટા પડી શકે છે.તો 10મી તારીખે બનાસકાંઠા, પોરબંદર,અમરેલી,રાજકોટ અને કચ્છમાં વરસાદ પડશે.

ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે વરસાદની ભીતિ।સાયકલોનીક સર્ક્યુલેશન ની અસર અમદાવાદમાં પણ જોવા મળશે અને તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે.