Not Set/ video : વિધાનસભામાં લોકશાહીના ઉડ્યા લીરેલીરાં, કોંગ્રેસ-BJPના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

ગાંધીનગર, “હર શાખ પે ઉલ્લુ બૈઠા હે, ન જાણે ગુજરાત કા ક્યા હોગા”ની કહેવતને ઉજાગર કરતી અને દેશની લોકશાહીને લાંછન પહોંચાડે એવી ઘટના સામે આવી છે. રાજ્યની વિધાનસભામાં રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી આર સી ફળદુ જયારે પોતાનું સંબોધન કરી રહ્યા હતા ત્યારે ફિલ્મી સ્ટાઇલની જેમ છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. હકીકતમાં, બુધવારે ગુજરાત રાજ્યની […]

Top Stories
llll video : વિધાનસભામાં લોકશાહીના ઉડ્યા લીરેલીરાં, કોંગ્રેસ-BJPના ધારાસભ્યો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

ગાંધીનગર,

“હર શાખ પે ઉલ્લુ બૈઠા હે, ન જાણે ગુજરાત કા ક્યા હોગા”ની કહેવતને ઉજાગર કરતી અને દેશની લોકશાહીને લાંછન પહોંચાડે એવી ઘટના સામે આવી છે. રાજ્યની વિધાનસભામાં રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી આર સી ફળદુ જયારે પોતાનું સંબોધન કરી રહ્યા હતા ત્યારે ફિલ્મી સ્ટાઇલની જેમ છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

હકીકતમાં, બુધવારે ગુજરાત રાજ્યની વિધાનસભામાં રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી આર સી ફળદુ જયારે પોતાનું સંબોધન કરી રહ્યા હતા ત્યારે ગૃહમાં વિપક્ષી ધારાસભ્યોએ ભારે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમરે બીજેપી પર છેલ્લા ૨૨ વર્ષ દરમિયાન રાજ્યમાં કોઈ ડેમનું નિર્માણ કરવામાં ન આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી આર સી ફળદુએ આ આરોપો અંગે જવાબો આપ્યા હતા. પરંતુ આ વચ્ચે જ જયારે મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમરનું નામ લીધું હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ નારેબાજી શરુ કરી દીધી હતી. આ દરમિયાન કોંગ્રેસના સાવરકુંડલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે પોતાનો આવેશ ગુમાવ્યો હતો અને ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ પર પોતાનું માઈક તોડીને હુમલો કર્યો હતો.

જો કે આ ઘટના બાદ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતને પુરા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ  રાજુલાના ધારાસભ્ય અમરિષ ડેર અને જામનગરના ધારાસભ્ય વિક્રમ માડમને સસપેન્ડ કરાયા છે.

બીજી બાજુ આ ઘટના અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, “ભાજપના ધારાસભ્યો ગૃહમાં માં-બહેનની ગાળો બોલતા હતા. વિક્રમ માડમને ગૃહમાં છેલ્લા ૧૦ દિવસથી પ્રશ્ન પુછવા માટે સમય આપવામાં આવતો નથી ત્યારે આ મામલો બીચકયો હતો”.

આ મામલા અંગે વિક્રમ માડમે પણ જણાવ્યું હતું કે, ” હું ઓપન ચેલેન્જ આપું છું કે મારા ફૂટેજની ચકાસણી કરવામાં આવે, મારા દ્વારા કોઈ ગૃહના માઈકને નુકશાન પહોચાડવામાં આવ્યું નથી. આ પહેલા વખતો વખત મારા અને પક્ષના સાથીઓ દ્વારા બોલવા માટે સમય માંગ્યો હતો પરંતુ પોતાનો પ્રશ્ન પૂછવા માટે તક આપવામાં આવી ન હતી”.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મેં સદનમાં કોઈ પણ ગેરવર્તણૂક કરી નથી અને ગૃહના વેબમાં પણ આવ્યો ન હતો. તેમ છતાં મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.