Not Set/ અમદાવાદની નિકોલ વિધાનસભાના કાર્યાલયનું કરાયુ ઉદ્ઘાટન – જીતુ વાઘાણી રહયા હાજર

જીતુ વાઘાણીની ઉપસ્થિતિમા અમદાવાદની નિકોલ વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિરાટનગર રોડ પર આવેલી સતવારા સમાજની વાડીમાં ભાજપનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સીટીંગ ધારાસભ્ય અને શહેર પ્રમુખ જગદીશ પંચાલને રિપીટ કર્યા છે ત્યારે આ વખતે જગદીશ પંચાલે 1 લાખ ની લીડથી ચૂંટણી જીતવાનો જીતુ વાઘાણી સમક્ષ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. […]

Gujarat
1512051092 1511769430 1511523797 1511518804 1511172692 1509429847 1508210005 1507555641 1506071361 BJP FLAGS અમદાવાદની નિકોલ વિધાનસભાના કાર્યાલયનું કરાયુ ઉદ્ઘાટન - જીતુ વાઘાણી રહયા હાજર

જીતુ વાઘાણીની ઉપસ્થિતિમા અમદાવાદની નિકોલ વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિરાટનગર રોડ પર આવેલી સતવારા સમાજની વાડીમાં ભાજપનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના સીટીંગ ધારાસભ્ય અને શહેર પ્રમુખ જગદીશ પંચાલને રિપીટ કર્યા છે ત્યારે આ વખતે જગદીશ પંચાલે 1 લાખ ની લીડથી ચૂંટણી જીતવાનો જીતુ વાઘાણી સમક્ષ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સંબોધન કરતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, કોંગ્રેસ આયાતી ઉમેદવારને મૂકીને નિકોલની સીટ જીતવા માંગે છે પણ નિકોલની જનતા આયાતી ઉમેદવારને જાકારો આપશે. કેમ કે આ સીટ ભાજપના કાર્યકરોએ મહેનત કરી પરસેવો પાડી અને ભાજપનો ગઢ બનાવ્યો છે.

તો વળી જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે પહેલા રાહુલ તેની જાતિ નક્કી કરે અને પછી કોંગ્રેસને જીતાડવા વાત કરે. આ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના કેટલાક હોદેદારો અને કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.