ગુજરાત/ લીંબડી જૈન સમાજે TMCનાં સાંસદની ટિપ્પણીનાં વિરોધમાં LS માં રેકોર્ડ થયેલ ભાગને દૂર કરવાની કરી માંગ

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ જૈન સમાજ અમદાવાદની ગલીઓમાં નોન-વેજ ખાય છે. એવી ટિપ્પણી સાંસદમાં કરીને તેમણે સમગ્ર જૈન સમાજ તથા સમાજનાં મૂલ્યોનું ઘોર અપમાન કર્યું હતું.

Gujarat Others
ગુજપાક 8 લીંબડી જૈન સમાજે TMCનાં સાંસદની ટિપ્પણીનાં વિરોધમાં LS માં રેકોર્ડ થયેલ ભાગને દૂર કરવાની કરી માંગ

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ જૈન સમાજ અમદાવાદની ગલીઓમાં નોન-વેજ ખાય છે. એવી ટિપ્પણી સાંસદમાં કરીને તેમણે સમગ્ર જૈન સમાજ તથા સમાજનાં મૂલ્યોનું ઘોર અપમાન કર્યું હતું. લીંબડી સમસ્ત જૈન સંઘ દ્વારા આયોજિત જૈનોની અહિંસાનાં મંત્રનું ઘોર અપમાન કરનાર ટી.એમ.સી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ પણ વાંચો – સંસદની સ્થાયી સમિતિએ કરી ભલામણ / મનરેગામાં કામકાજના દિવસો 100થી વધારી 150 કરવાની ભલામણ,જાણો

તેના વિરૂદ્ધમાં લીંબડી સંકલ જૈન સંઘનાં ટ્રસ્ટી, આગેવાનો, યુવાનોએ ડેપ્યુટી કલેકટરને આવેદન આપ્યું હતું. સાથે સંકલ જૈન સંઘ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કરેલ છે. જૈન સમાજ જીવદયા પ્રેમી છે. અહિંશા પરમો ધર્મને માર્ગ પર ચાલનારો સમાજ છે. દરેક જીવોને જીવતદાન આપનોરો ધર્મ છે. આ અભદ્ર ટિપ્પણી કરનાર સાંસદ માફી માંગે સાથે લોકસભામાંથી આ થયેલા રેકોર્ડ દૂર કરવાની માંગણી કરેલ હતી. મોટી સંખ્યામાં જૈનમ જયંતિ સાશનમ ના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવેલું હતુ. જેમાં ટ્રસ્ટી મુકેશભાઈ શેઠ, હસુભાઈ શેઠ, કમલેશ વોરા, વિપુલભાઈ શાહ, ધનેશભાઈ શેઠ, હષર્દભાઈ ગાંધી, ધીમતભાઈ શાહ, સમીરભાઈ વોરા, બીપીનભાઈ પરીખ વગેરે યુવાનો સાથે મોટી સંખ્યામાં આઝાદ ચોકથી રેલી સ્વરૂપે લીંબડી સેવા સદનમાં સુધી હાજર રહ્યા હતા.

આ પણ વાંચો – Pegasus Spyware / પેગાસસ સ્પાયવેરમાં, હવે ઇઝરાયેલ સરકારપોતે જ ફસાઈ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને સેંકડો નાગરિકોની જાસૂસીનો આરોપ

ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ ગત દિવસોમાં લોકસભાની અંદર ગુજરાતનાં મ્યુનિસિપલ વિસ્તારોની શેરીઓમાં માંસાહારી ખોરાક પર પ્રતિબંધથી લઈને પેગાસસ અને ધર્મ સંસદ સુધીનાં મુદ્દા ઉઠાવ્યા હતા. ટીએમસી સાંસદે કહ્યું હતું કે, “તમે અમારા માથામાં, અમારા ઘરની અંદર જવા માંગો છો, તમે અમને જણાવવા માંગો છો કે શું ખાવું, શું પહેરવું, કોને પ્રેમ કરવો… તમે એવા ભારતથી ડરો છો જે તમારી જાતમાં આરામદાયક હોય. પ્રજાસત્તાકનાં નાગરિકોએ હવે લડવાની જરૂર છે. તો તમે શું કરશો, તમે ગુજરાતની નગરપાલિકામાં માંસાહારી સ્ટ્રીટ ફૂડ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં એક જૈન છોકરો ઘરમાં સંતાઈને અમદાવાદનાં રોડ પર એક ગાડીમાંથી કાઠી કબાબ ખાય છે. મહુઆ મોઇત્રાનાં આ નિવેદન બાદ જૈન સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રાજ્યસભાનાં ભૂતપૂર્વ સાંસદ વિજય દર્ડાએ કહ્યું કે તેમનું નિવેદન અપમાનજનક અને તદ્દન વાંધાજનક હતું. “તેમને જૈન શિક્ષણ અને તેના આદર્શોની સમજ હોવી જોઈએ. તેમણે સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગવી જોઈએ.