ગુજરાત/ તો શું અસલામત બની રહ્યુ છે ગુજરાત? છેલ્લા બે વર્ષનાં દુષ્કર્મનાં આંકડા આપને ચોંકાવી દેશે

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 3095 દુષ્કર્મનાં ગુના નોંધાયા છે. જેમા સૌથી વધુ અમદાવાદમાં દુષ્કર્મની 620 ઘટનાઓ બની છે. દુષ્કર્મની ઘટનાઓમાં બીજા નંબરે સુરત શહેરનું નામ આવે છે.

Top Stories Gujarat Others
રાજ્યમાં દુષ્કર્મની ઘટના
  • રાજ્યમાં છેલ્લાં 2 વર્ષમાં 3095 દુષ્કર્મનાં ગુના
  • અમદાવાદમાં સૌથી વધુ દુષ્કર્મની 620 ઘટના
  • દુષ્કર્મની વધુ ઘટનાઓમાં સુરત બીજા નંબરે
  • સુરતમાં છેલ્લાં 2 વર્ષમાં 465 દુષ્કર્મના કેસ
  • રાજ્યમાં દૈનિક 4 દુષ્કર્મની ઘટના બનતી હોવાનું તારણ
  • કયા જીલ્લામાં કેટલી દુષ્કર્મની ઘટના ?

દેશમાં દુષ્કર્મનાં કિસ્સાઓમાં ઘણો વધારો થયો છે. આવુ જ કઇંક ગુજરાતમાં પણ જોવા મળી રહ્યુ છે. જ્યા વિવિધ શહેરોમાં દુષ્કર્મનાં કિસ્સા વધી રહ્યા છે અને ગુનાખોરીનું પ્રમાણ વધવાને પગલે શાંતિ, સુરક્ષા અને સલામતી જોખમાઈ રહી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં 332 દર્દીઓનાં થયા મોત

જણાવી દઇએ કે, મહિલાઓની સુરક્ષા માટે સ્વર્ગસમા મનાતા ગુજરાતની સુરક્ષા કડીઓ ઉપર પ્રશ્નાર્થચિહ્ન મુકતા આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યમાં ખૂન, લૂંટ, ધાડ, ચોરી, દુષ્કર્મ અને રાયોટિંગ જેવા ગુના વધ્યા હોવાનું આ વર્ષમાં જ રાજ્ય સરકારે વિધાનસભામાં કબૂલ કર્યું હતુ. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 3095 દુષ્કર્મનાં ગુના નોંધાયા છે. જેમા સૌથી વધુ અમદાવાદમાં દુષ્કર્મની 620 ઘટનાઓ બની છે. દુષ્કર્મની ઘટનાઓમાં બીજા નંબરે સુરત શહેરનું નામ આવે છે. જ્યા 2 વર્ષમાં 465 દુષ્કર્મનાં કેસ નોંધાયા છે. રાજ્યમાં દૈનિક 4 દુષ્કર્મની ઘટના બનતી હોવાનુ તારણ છે. ત્યારે જાણો રાજ્યમાં કયા જિલ્લામાં કેટલી દુષ્કર્મની ઘટના બની છે.

બનાસકાંઠા 140
કચ્છ 123
દાહોદ 61
પંચમહાલ 43
પાટણ 115
મહેસાણા 42
ગીર સોમનાથ 74
જામનગર 71
દેવભૂમિ દ્વારકા 28
સુરેન્દ્રનગર 46
બોટાદ 36
ભરૂચ 66
વલસાડ 55
સાબરકાંઠા 81
અરવલ્લી 23
જૂનાગઢ 23
મહીસાગર 63
ભાવનગર 102
સુરત 465
રાજકોટ 203
પોરબંદર 23
અમદાવાદ 620
વડોદરા 204
મોરબી 51
છોટાઉદેપુર 54
ગાંધીનગર 24
અમરેલી 62
ખેડા 36
નવસારી 44
આણંદ 37
તાપી 25
નર્મદા 49
ડાંગ 06

આ પણ વાંચો – ભાવ વધારો / શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ આસમાને, રાજસ્થાનનાં ખેડૂતો પંજાબમાંથી પૂરાવી રહ્યા છે પેટ્રોલ-ડીઝલ

જો આપણે 2018માં દુષ્કર્મની ઘટનાની વાત કરીએ તો રાજ્યમાં કુલ 572 દુષ્કર્મનાં કિસ્સા નોંધાયા હતા, જે 6 વર્ષનાં સૌથી વધુ હતા. 2014માં આ સંખ્યા 424 હતી. 2019નાં સપ્ટેમ્બર મહિના સુધી ગુજરાતમાં 400 રેપ કેસ નોંધાયા હતા. 2014 થી સપ્ટેમ્બર 2019 વચ્ચે ગુજરાતમાં કુલ 2775 દુષ્કર્મનાં કેસ નોંધાયા હતા. વળી ઉપર જણાવ્યા અનુસાર રાજ્યનાં અલગ-અલગ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં ઘણા દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. જો કે આ એ આંકડા છે કે જે નોંધાયા છે. પરંતુ એવા ઘણા કિસ્સાઓ બને છે જેમા કોઇ કેસ નોંધાયા હોતા નથી. ઘણીવાર શરમ અને સમાજનાં ડરનાં કારણે જે મહિલા પર દુષ્કર્મ થયો હોય છે તે પોતાની કિસ્મત ખરાબ હોવાનુ વિચારી કેસ નોંધાવા પોલિસ સ્ટેશન જતી નથી.