Not Set/ વાલીઓના ખિસ્સા થશે ખાલી,ટેક્સબુકોના ભાવમાં થયો વધારો

કેન્દ્રમાં નવી મોદીની સરકાર બનતાની સાથે જ તમામ વસ્તુ માં એક પછી એક ભાવ વધારા ની શરૂઆત થઈ ગઈ છે જેમાં હવે વાલીઓ માટે ચિંતાનો વિષય કહી શકાય તેવો ઝટકો શિક્ષણ વિભાગ તરફથી મળ્યો છે. શિક્ષણના નવા વર્ષમાં ટેક્સ બુકોના ભાવમાં વધારો થયો છે. ધોરણ 12ની વાત કરીએ તો તેની ટેક્સબુકના ભાવોનો 20 ટકા જેટલો […]

Top Stories Gujarat Others
aw 8 વાલીઓના ખિસ્સા થશે ખાલી,ટેક્સબુકોના ભાવમાં થયો વધારો

કેન્દ્રમાં નવી મોદીની સરકાર બનતાની સાથે જ તમામ વસ્તુ માં એક પછી એક ભાવ વધારા ની શરૂઆત થઈ ગઈ છે જેમાં હવે વાલીઓ માટે ચિંતાનો વિષય કહી શકાય તેવો ઝટકો શિક્ષણ વિભાગ તરફથી મળ્યો છે.

શિક્ષણના નવા વર્ષમાં ટેક્સ બુકોના ભાવમાં વધારો થયો છે. ધોરણ 12ની વાત કરીએ તો તેની ટેક્સબુકના ભાવોનો 20 ટકા જેટલો વધારો થયો છે. જુના પુસ્તકો ની જ વાત કરીએ તો એક સેટ ના90 રૂપિયા હતા જેના હવે આ વધારીને ૧૨૦ જેટલા કરવામાં આવ્યા છે

નવા સત્રથી ધોરણ 1 થી 10નાં પાઠય પુસ્તકનાં ભાવમાં પણ 100 ટકા જેટલો વધારો થતા વાલીઓની કમ્મર તૂટી જશે.પુસ્તકો સિવાય  યુનિફોર્મ અને સ્ટેશનરીમાં 10 થી 20 ટકા જેટલો વધારો થતા વાલીઓને ખિસ્સા હળવા થશે.

બીજી તરફ નવું સત્ર શરૂ થયું તે છતાં પણ હજી પણ ઘણી એવી પુસ્તકો છે જે બજારમાં આવી નથી જેને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે.