Not Set/ હની સિંહને તેના આપત્તિજનક ગીત માટે મહિલા આયોગ તરફથી મળી નોટીસ

લોકપ્રિય સિંગર હની સિંહને તેના ગીત માટે પંજાબ મહિલા આયોગ તરફથી નોટીસ મળ્યો હોવાનું સામે આવી રહ્યુ છે. હની સિંહનું નવુ ગીત મખના થોડા સમય પહેલા જ રિલીઝ થયુ હતુ. યુટ્યૂબ પર આ ગીતને 20 કરોડથી વધુ વ્યૂઝ પણ મળ્યા છે, પરંતુ હવે ગીતનાં બોલને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. મળી રહેલી માહિતી અનુસાર […]

Top Stories India
honey singh હની સિંહને તેના આપત્તિજનક ગીત માટે મહિલા આયોગ તરફથી મળી નોટીસ

લોકપ્રિય સિંગર હની સિંહને તેના ગીત માટે પંજાબ મહિલા આયોગ તરફથી નોટીસ મળ્યો હોવાનું સામે આવી રહ્યુ છે. હની સિંહનું નવુ ગીત મખના થોડા સમય પહેલા જ રિલીઝ થયુ હતુ. યુટ્યૂબ પર આ ગીતને 20 કરોડથી વધુ વ્યૂઝ પણ મળ્યા છે, પરંતુ હવે ગીતનાં બોલને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે.

yo yo honey singh 759 હની સિંહને તેના આપત્તિજનક ગીત માટે મહિલા આયોગ તરફથી મળી નોટીસ

મળી રહેલી માહિતી અનુસાર હની સિંહનાં એક ગીત મખનામાં મહિલાઓનાં કથિત અશ્લીલ શબ્દોને લઇને મહિલા આયોગે પોલીસને કેસ દાખલ કરવા કહ્યુ છે. રિપોર્ટ મુજબ રાજ્ય મહિલા આયોગની ચેરપર્સન મનીષા ગુલાટીએ આ સંદર્ભમાં એક પત્ર લખી હની સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. મનીષાએ પંજાબનાં ગૃહ સચિવે અને ડીજીપીને પત્ર લખ્યો છે. આ વિશે મનીષા ગુલાટીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યુ કે, ‘અમે પોલીસને કહ્યુ છે કે તે મખના ગીતમાં મહિલાઓ માટે અશ્લીલ શબ્દોનો ઉપયોગને લઇને સિંગર હની સિંહ પર એફઆઇઆર દાખલ કરે.’

maxresdefault 20 હની સિંહને તેના આપત્તિજનક ગીત માટે મહિલા આયોગ તરફથી મળી નોટીસ

મનીષા ગુલાટી મુજબ મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક ગીતને પંજાબમાં બેન કરવુ જોઇએ. જણાવી દઇએ કે, આ ગીતને ડિસેમ્બર 2018માં રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આ ગીતને હની સિંહ અને નેહા કક્કડે ગાયુ છે. ટી-સીરીઝનાં યૂટ્યૂબ ચેનલ પર તેને રિલીઝ કરવામાં આવ્યુ હતુ. આ ગીતને આજે પણ ઘણુ પસંદ કરવામાં આવી રહ્યુ છે. ગીતનાં બોલ હની સિંહનાં જ છે. જણાવી દઇએ કે, વર્ષ 2013માં હની સિંહનાં ગીત ‘મે હૂ બલાત્કારી’ને લઇને ઘણો વિવાદ ઉભો થયો હતો.

yo yo honey singh reveals details of his comeback song makhna 0001 1562131676 હની સિંહને તેના આપત્તિજનક ગીત માટે મહિલા આયોગ તરફથી મળી નોટીસ

હની સિંહને તાજેતરમાં જ આ ગીત માટે બેસ્ટ નોન-ફિલ્મી સોન્ગનો એવોર્ડ મળ્યો હતો. તેટલુ જ નહી, હની સિંહ પોતાના ચાર્ટબસ્ટર ગીત ‘દિલ ચોરી’ માટે ‘સોન્ગ ઓફ દ યર’ એવોર્ડ પણ પોતાના નામે ચુક્યો છે. ભારતમાં હની સિંહનાં કરોડો ચાહક છે. તમે તેના કોઇ પણ ગીત સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તે એકવાર તો પોતાનું નામ બોલે જ છે. ભારતમાં હિપ-હોપ અને રેંપ સંગીતનું બીજુ નામ હની સિંહ છે. જ્યારે સંગીતની આ બે શૈલીને યાદ કરવામાં આવે છે ત્યારે હની સિંહનું જ નામ જીભ પર આવે છે.

આપને જણાવી દઇએ કે, હની સિંહ 2 વર્ષ પહેલા પોતાની બિમારીનાં કારણે સ્ટારડમથી બિલકુલ દૂર થઇ ગયો હતો. તેના ચાહકો તેનાથી ઘણા નિરાશ થઇ ગયા હતા. બિમારીથી નિકળી રહેલા હની સિંહ વિશે લોકો પણ કહેવા લાગ્યા કે હવે તેનું કેરિયર પૂરુ થઇ ગયુ છે. પરંતુ તેણે એકવાર ફરી તેના ચાહકોને મનોરંજન આપવાની તૈયારી કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.