નવેમ્બરે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાની સંસદમાં પૈસા લઈ પ્રશ્નો પૂછવાના આરોપોના સામનો કરી રહ્યા છે. ભાજપ નેતા નિશિકાંત દૂબેના દ્વારા મહુઆ મોઈત્રા પર આ આરોપ લગાવવામાં આવ્યો. જેના બાદ આ મામલો એથિક્સ કમિટિને સોંપવામાં આવ્યો. મહુઆ મોઇત્રા આજે કમિટી ‘કેશ ફોર ક્વેરી’ મામલે લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ હાજર થશે. સમિતિ પાસે મહુઆ મોઈત્રા પર લગાવવામાં આવેલ આરોપને લઈને સંબંધિત દસ્તાવેજોના પુરાવા છે. ઉપરાંત ગૃહ, માહિતી પ્રૌદ્યોગિકી અને વિદેશ મંત્રાલયનો રિપોર્ટ એથિક્સ કમિટિને મળ્યા છે. આ પુરાવા અને રિપોર્ટના આધારે સમિતિ મહુઆ મોઈત્રાની પુછપરછ કરશે.
ભાજપ નેતા નિશિકાંત દુબેએ 15 ઓક્ટોબરે મહુઆ પર આરોપ લગાવતા લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. આ પત્રમાં મહુઆ પર આરોપ લગાવતા ઉલ્લેખ કર્યો હતો કે તેઓ બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને ગિફ્ટ લઈ સંસદમાં પ્રશ્નો પૂછે છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે મહુઆનું સંસદ એકાઉન્ટનો દુરુપયોગ થયો છે. તેમનું એકાઉન્ટ 47 વખત દુબઈથી લોગ ઈન કરવામાં આવ્યું છે. જેના બાદ સ્પીકરે આ મામલો લોકસભા એથિક્સ કમિટિને મોકલ્યો.
એથિક્સ કમિટિએ 27 ઓક્ટબરના રોજ મહુઆને સમન્સ મોકલી 31 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે સમિતિ સમક્ષ હાજર થવા નિર્દેશ કર્યો હતો. ત્યારે તેમને જવાબ આપતા મહુઆ સમિતિને જાણ કરી કે તે 5 નવેમ્બર પછી જ હાજર થઈ શકશે. તેની સામે 28 ઓક્ટોબરના રોજ સમિતિએ મહુઆને 2 નવેમ્બર હાજર થવા કહ્યું.
નિશિકાંત દુબેએ 15 ઓક્ટોબરના રોજ મહુઆ પર લગાવેલ આરોપ બાદ 17 ઓક્ટોબરના રોજ ટીએમસી નેતાએ હાઈકોર્ટમાં માનહાનિ કેસ દાખલ કર્યો. તેમજ અશ્વિની વૈષ્ણવને તમામ સાંસદોના સીડીઆર, લોગિન ડિટેઈલ માંગી. જયારે 19 ઓક્ટોબરના રોજ બિઝનેસમેન હિરાનંદાનીએ એફિડેવિટમાં મહુઆના સાંસદ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હોવાનો સ્વીકાર કર્યો. જો કે 31 ઓક્ટોબરના રોજ મહુઆ મોઈત્રાએ એથિક્સ કમિટિને લખેલ પત્રમાં જણાવ્યું કે મારા પર લગાવવામાં આવેલ આરોપોના પુરાવા નથી. પરંતુ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીએ મહુઆ મોઇત્રાના સંસદીય લોગિન પર પ્રશ્ન પોસ્ટ કર્યાનું સ્વીકાર કરતા એથિક્સ કમિટીની સુનાવણી મજબૂત બની છે. અને જો મહુઆ સામેનો આ આરોપ સાબિત થશે તો તે સંસદીય વિશેષાધિકારના ઉલ્લંઘન બદલ તેમને ગૃહમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે.
આ પણ વાંચો : 7800 કરોડના સટ્ટાબેટિંગ કૌભાંડમાં ચાર મોટા બુકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
આ પણ વાંચો : GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખ બદલાઇ; જાણો કેમ કરવો પડ્યો ફેરફાર?
આ પણ વાંચો : દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2000 બસ