Not Set/ અફઘાનિસ્તાન : સેના અને આતંકવાદી વચ્ચે એન્કાઉન્ટ, 35 તાલિબાની આતંકવાદી ઠાર

અફઘાન સેનાએ તાલિબાનના મુખ્ય કમાન્ડર સહિત 35 આતંકીઓને ઠાર કર્યા હતા. નેશનલ સિક્યુરિટી ડિરેક્ટોરેટ અનુસાર, કંધુસમાં અફઘાન સૈન્ય દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં સેનાએ આ કાર્યવાહી કરી. આ પહેલા સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 3 સૈનિકો માર્યા ગયા હતા અને 11 ઘાયલ થયા હતા. ગૃહ યુદ્ધની અગ્નિમાં સળગી રહેલા અફઘાનિસ્તાને તાલિબાન આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી […]

Top Stories World
અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન : સેના અને આતંકવાદી વચ્ચે એન્કાઉન્ટ, 35 તાલિબાની આતંકવાદી ઠાર

અફઘાન સેનાએ તાલિબાનના મુખ્ય કમાન્ડર સહિત 35 આતંકીઓને ઠાર કર્યા હતા. નેશનલ સિક્યુરિટી ડિરેક્ટોરેટ અનુસાર, કંધુસમાં અફઘાન સૈન્ય દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં સેનાએ આ કાર્યવાહી કરી. આ પહેલા સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં 3 સૈનિકો માર્યા ગયા હતા અને 11 ઘાયલ થયા હતા.

ગૃહ યુદ્ધની અગ્નિમાં સળગી રહેલા અફઘાનિસ્તાને તાલિબાન આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. અફઘાન સેનાએ તાલિબાનના મુખ્ય કમાન્ડર સહિત 35 આતંકીઓને ઠાર કર્યા છે. આ પહેલા અફઘાન સૈન્ય અને તાલિબાન આતંકીઓ વચ્ચે મુકાબલો થયો હતો,  જેમાં 3 સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે 11 સૈનિકો ઘાયલ થયા હતા. આ પછી સેનાએ તાલિબાન આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે.

નેશનલ સિક્યુરિટી ડિરેક્ટોરેટ અનુસાર સેનાએ અફઘાનિસ્તાનના કંદૂઝમાં તાલિબાન આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અગાઉ અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર આતંકવાદી હુમલો થયો હતો. અફઘાનિસ્તાનના જલાબાદમાં આ આતંકી હુમલામાં 66 લોકો ઘાયલ થયા છે.

આ હુમલા બાદ અફઘાનિસ્તાનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિના પ્રવક્તા, સેદક સેદિક્કીએ કહ્યું કે સચિવાલય દ્વારા રાષ્ટ્રપતિ મહંમદ અશરફ અશનીની સૂચનાથી અફઘાનિસ્તાનની સ્વતંત્રતા સમારોહનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. પ્રવક્તાએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગનીએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે આદર અને સંવેદના વ્યક્ત કરવા આ નિર્ણય લીધો છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.