Rioting/ અમદાવાદમાં પોલીસ પર ફરીએક વાર હુમલાને પગલે ચકચાર

મહિલા પોલીસની ટીમ પર બુટલેગરના પરિવારજનોનો હુમલો

Top Stories Gujarat
Beginners guide to 90 4 અમદાવાદમાં પોલીસ પર ફરીએક વાર હુમલાને પગલે ચકચાર

Gujarat News : લોકોને સલામતી પુરી પાડવાના દાવા કરતી અમદાવાદ પોલીસ ખુદ હુમલાનો ભોગ બની છે. જેને પગલે પોલીસના આ દાવા પોકળ સાબિત થયા છે. બાપુનગરમાં રાત્રે જાહેરમાં ટોળુ વળીને ઉભા રહેલા લોકોને મહિલા પીએસઆ અને તેમની ટીમે હટાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બુટલેગરના પરિવારજનોએ તેમની પર હુમલો કરતા પરિસ્થિતી બેકાબૂ બની હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને 10 હુમલાખોરોની શોધ હાથ ધરી છે.

અમદાવાદની સલામતીને લઈને ફરીએક વખત સવાલો ઉભા થયા છે. શહેરમાં બુટલેગરો અને અસામાજીક તત્વો બેફામ બન્યા છે અને પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ તેમની પર હુમલા કરતા રહે છે. શહેરના પૂર્વ વિસ્તારના બાપુનગર સ્થિત ગરીબનગર ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે કેટલાક લોકો ટોળુ વલીને ઉભા રહ્યા હતા. દરમિયાન બાપુનગર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ડી.ડી.પ્રજાપતિ અને તેમનો સ્ટાફ અહીંથી પસાર થઈ રહ્યો હતો. તેમણે કોઈ અંધાધુંધી ન સર્જાય તે માટે ટોળે વળેલા લોકોને હટાવવા માટે તેમની સાથે વાતચીત શરૂ કરી હતી.

દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે ગાળાગાળી કરીને જીપ પર પથ્થરમારો શરૂ કરી દેતા પરિસ્થિતી વણસી હતી. જેમાં પોલીસની ગાડીને નુકશાન પહોંચ્યું હતું. બીજીતરફ પથ્થરમારા અને પોલીસની ગાડી પર હુમલાની માહિતી મળતા આજુબાજુના અન્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમણે હુમલાખોરો વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. આ બનાવમાં ફઝલ શેખ, મબેફૂઝ, ફઝલની બહેન અને ભાભી સહિત 10 લોકો સામે પોલીસે ગુનો નોઁધીને તપાસ હાથ ધરી છે.

પોલીસે આ અંગે તપાસ શરૂ કરતા એવી હકીકત સામે આવી હતી કે ફઝલ શેખ બાપુનગરની એક મહિલા બુટલેગરનો પુત્ર છે. છેલ્લા કેટલાક સમયથી બાપુનગર વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ હોવાથી બુટલેગરોને પોલીસ સાથે અવારનવાર ઘર્ષણ અને બોલાચાલી થતી હતી. જેમાં ગઈકાલે આ હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત હુમલા સમયે એક આરોપી મહેફૂઝ તલવાર લઈને આવ્યો હતો અને પોલીસને મારી નાંખવાની ધમકી આપી રહ્યો હતો.

જેને પગલે પોલીસે ટોળા વિરૂધ્ધ રાયોટીંગ, મારી નાંખવાની ધમકી, સરકારી સંપત્તિને નુકશાન તથા હથિયાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.




whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ શેરબજારમાં આજે બજારના આરંભે સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવા વધારા સાથે થઈ શરૂઆત