Covid-19/ દેશ મેળવી રહ્યુ છે કોરોના પર વિજય, આજે નોંધાયા માત્ર આટલા કેસ

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 12,428 નવા કેસ નોંધાયા છે. 238 દિવસમાં આ સૌથી નીચો આંક છે.

Top Stories India
કોરોનાવાયરસ

મંગળવારે ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં ઘટાડો નોંધાયો છે. 26 ઓક્ટોબરનાં રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 12,428 નવા કેસ નોંધાયા છે. 238 દિવસમાં આ સૌથી નીચો આંક છે. વળી, કોરોનાને કારણે 356 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 15,951 લોકો કોવિડ-19થી સાજા થયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 1 લાખ 63 હજાર 816 છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 22 દિવસથી દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2% કરતા ઓછો છે.

આ પણ વાંચો – ગાંધીનગર / પોલીસ ‘ગ્રેડ પે’નાં મહાઆંદોલનમાં હવે આવ્યો રાજકીય વળાંક

આપને જણાવી દઇએ કે, સમગ્ર દેશમાં હવે કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં માત્ર 12,428 કેસ નોંધાયા છે. આ ઉપરાંત દેશમાં સક્રિય કેસની સંખ્યા પણ ઘટીને બે લાખ થઈ ગઈ છે. જો કે, આ બધા પછી પણ તહેવારોનાં આગમનને જોતા નિષ્ણાતોએ કોરોના પ્રોટોકોલનું કડક પાલન કરવાની ચેતવણી આપી છે. બીજી તરફ, જો આપણે કોરોનાનાં કારણે થયેલા મૃત્યુની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 356 લોકોનાં મોત થયા છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે તેના કરતા વધુ લોકો કોરોનાથી સાજા થઈ રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 15,951 લોકો કોવિડ-19થી સાજા થયા છે.

આ પણ વાંચો – વિવાદિત પોસ્ટ / બંગાળમાં ભાજપના પૂર્વ અધ્યક્ષનું વિવાદિત ટ્વિટ,કૈલાશ વિજવર્ગીય સાથે ડોગની તસવીર પોસ્ટ કરી

ભારતમાં સક્રિય કેસોની સંખ્યા પણ સતત ઘટી રહી છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1,63,816 છે. આ સિવાય કુલ 3,35,83,318 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશભરમાં કોરોનાનાં કેસોને ઓળખવા માટે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 60.19 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશનાં લોકોની સુરક્ષા માટે ભારતમાં મોટા પાયે કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 102.94 કરોડ રસી આપવામાં આવી છે.