Not Set/ યુવતી સાથે ના કરવાનુ કર્યું આ વિકૃતે, આખરે ભાંડો ફૂટ્યો

રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહે દુષ્કર્મની ઘટના અટકવાનું નામ જ નથી લઈને. ત્યારે અમરેલી જીલ્લામાં દુષ્કર્મની જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ સામે આવી રહી છે. આજે ચોથા દિવસે પણ અમરેલીમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યાં મહિલાને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી ઢગાએ 5 મહિના સુધી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. ઢગાએ […]

Top Stories Gujarat Others
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 1 યુવતી સાથે ના કરવાનુ કર્યું આ વિકૃતે, આખરે ભાંડો ફૂટ્યો

રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહે દુષ્કર્મની ઘટના અટકવાનું નામ જ નથી લઈને. ત્યારે અમરેલી જીલ્લામાં દુષ્કર્મની જેમ જેમ દિવસ ઉગે છે તેમ તેમ સામે આવી રહી છે. આજે ચોથા દિવસે પણ અમરેલીમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યાં મહિલાને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી ઢગાએ 5 મહિના સુધી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. ઢગાએ મહિલાના ઘરમાં તેના મિત્ર સાથે ઘૂસીને દુષ્કર્મ આચર્યું હતું અને ઘરમાં  તોડફોડ પણ કરી હતી. આ ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલે મળતી મહિતી અનુસાર અમરેલી જીલ્લાના બહારપરા વિસ્તારનાં ડૂબાણયામાં રહેતો યાસીન ઉર્ફે જીવો અબ્દુલ સેલોત નામનાં શખ્સે ગત શ્રાવણ માસ તેના જ વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને તેને છરી બતાવી જાનથી માંરીનાખવાની ધમકી પણ આપી હતી. એટલું જ ઢગાએ મહિલાને સમાજમાં બદનામ કરવાની પણ ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે આ ઢગાએ મહિલા ઉપર બળજબરીથી સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. આપને જણાવી દઈએ કે ગઈકાલે આ શખ્શ અને તેનો એક મિત્ર પીડિતા મહિલાને જાહેરમાં છેડતી કરી હતી. જે બાદ મહિલા જ્યારે તેના ઘરે ગઈ ત્યારે આ નરાધમોએ મહિલાની પાછળ જઈ તેના ઘરમાં ઘુસી ઘરમાં બળજબરી કરી ગાળો આપી તોડફોડ કરી આતંક મચાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલ હતાં.

આ મામલે મહિલાએ અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન