Not Set/ બ્રિટેનના પીએમ થેરેસાને મળ્યા પીએમ મોદી, સમર્થકોએ લગાવ્યા મોદી-મોદી નારા

કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટીંગમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદી લંડન પહોંચી ચુક્યા છે. પ્રધાનમંત્રીએ યુકેની પ્રધાનમંત્રી થેરેસા સાથે મોદીએ બ્રેકફાસ્ટ દરમિયાન મુલાકાત લીધી હતી. આ સમયે મોદીના વિદેશી ભારતીય સમર્થકોએ મોદી-મોદીના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સમયે પીએમ મોદીએ બ્રિટેનની પીએમને કહ્યું હતું કે “મને વિશ્વાસ છે કે આ મુલાકાત બાદ અમારા સબંધોમાં નવી ઉર્જા […]

Top Stories India
DbDNf27WsAAaFwu બ્રિટેનના પીએમ થેરેસાને મળ્યા પીએમ મોદી, સમર્થકોએ લગાવ્યા મોદી-મોદી નારા

કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટીંગમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદી લંડન પહોંચી ચુક્યા છે. પ્રધાનમંત્રીએ યુકેની પ્રધાનમંત્રી થેરેસા સાથે મોદીએ બ્રેકફાસ્ટ દરમિયાન મુલાકાત લીધી હતી. આ સમયે મોદીના વિદેશી ભારતીય સમર્થકોએ મોદી-મોદીના સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ સમયે પીએમ મોદીએ બ્રિટેનની પીએમને કહ્યું હતું કે “મને વિશ્વાસ છે કે આ મુલાકાત બાદ અમારા સબંધોમાં નવી ઉર્જા સ્થાપિત થશે. મને આનંદ છે કે બ્રિટેન પણ આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સના હિસ્સેદાર છે. મારું માનવું છે કે આ લડાઈ માત્ર ક્લાઈમેન્ટ ચેન્જને લઈને જ નથી પરંતુ આપની આવનાર પેઢી માટે આપની જિમ્મેદારી છે.”

આ પ્રસંગે, યુકેના પ્રધાનમંત્રી થેરેસા મેએ કહ્યું કે અમે બંને સાથે મળીને ભારત અને યુકેમાં કામ કરીશું.

5820d505dc440.image બ્રિટેનના પીએમ થેરેસાને મળ્યા પીએમ મોદી, સમર્થકોએ લગાવ્યા મોદી-મોદી નારા

આ પહેલા બ્રિટેનના વિદેશમંત્રી બોરીસ જોન્સને અહી હિથ્રો હવાઈમથક પર મોદીની આગેવાની કરી હતી. જોન્સની કહ્યું હતું કે તેઓ ભારત તથા બ્રિટેન વચ્ચે વધતા દ્વિપક્ષીય વેપાર માટે ઉત્સાહિત છીએ અને આ યાત્રા વધારે આર્થિક લાભના માર્ગ નિર્માણ કરવામાં સહયોગી થશે. જોનસને એક વક્તવ્યમાં કહ્યું હતું કે, “અમારા વચ્ચે એક સેતુ છે… અમે હવે એક અતુલ્ય પ્રોદ્યોગિકી ક્ષેત્ર નિર્માણ કરવા ઇચ્છીએ છીએ જ્યાં ભારત અને બ્રિટેન એક સાથે ઉંચાઇઓને અડકી શકે.”

મોદીનો અહી અતિવ્યસ્ત કાર્યક્રમ છે, જેમાં સૌથી પહેલા તેઓ 10 ડાઉનીંગ સ્ટ્રીટમાંમાં પ્રધાનમંત્રી થેરેસા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ દરમિયાન બંને વચ્ચે અલગવાદ, સીમા પાર આતંકવાદ, વિઝા તથા ઇમિગ્રેશન સહીત સામાન્ય હિતના ઘણા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે એવી સંભાવના છે. ગેરકાયદેસર શરણાર્થીઓને પાછા મોકલવાળા એક એમઓયુ નું સત્તાવાર નવીનીકરણ કરવામાં આવશે આ એમઓયુ ની અવધી 2014 માં સમાપ્ત થઇ ચુકી હતી.