કઠુઆ
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક મંદિરના ગર્ભગૃહમાં આઠ વર્ષની બાળાનો 10 જાન્યુઆરીએ તેના ગામની પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું, તેને નશામાં રાખવામાં આવી હતી અને કેટલા દિવસો સુધી તેની સાથે કેટલાય લોકોએ ગેંગરેપ કર્યો હતો. કઠુઆ ગેંગરેપને ઘટનાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખુબ જ શરમજનક બતાવી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, આઝાદીના 70 વર્ષ પછી પણ આવી ઘટના દેશનાં ખૂણામાં થઈ રહી છે તે શરમજનક છે, આપણે વિચારવાની જરૂર છે કે આપણે કેવો સમાજ ઉભો કરી રહ્યા છીએ, આ હત્યા એટલી ક્રૂર હતી કે તેની કલ્પના પણ ના કરી શકાય, દરેક બાળકને શિક્ષણ આપવું અને સુરક્ષા આપવી એ સમાજની પહેલી જવાબદારી છે. આપણા બાળકોનું સુરક્ષિત હોવું એ સૌથી મોટી સફળતા છે.
આ સાથે હમણાં જ પૂરી થયેલ કોમનવેલ્થ ગેમ્સ 2018માં મહિલા ખિલાડીનો પ્રશંસા કરતા કહ્યું કે, ભારત દેશની બેટીઓએ કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતનું નામ રોશન કર્યું છે. દિલ્હીથી મનિકા બત્રા, મેરી કૉમ, મીરાબાઈ ચાનૂ અને સંગીતા ચાનૂ મણીપુરથી, મનુ ભાકર અને વિનેશ ફોગાટ, તેલંગાની સાઈના નેહવાલ અને પંજાબથી હિના સિદ્ધુધે મેડલ જીત્યા હતા.
આ સિવાય જમ્મુ-કશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ આ મામલે કહ્યું કે, આપણા સમાજમાં જરૂર કઈક ખરાબ થઈ રહ્યું છે. કોઈ કઈ રીતે નાની બાળકી સાથે આટલી ક્રુરતા કરી શકે. જે માતા વૈષ્ણોદેવીનું રૂપ છે. આ સમાજમાં જરૂર કઈ ખોટું થઇ રહ્યું છે.