Accident/ પાટણમાં ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત,બે ઇજાગ્રસ્ત

ગુજરાતમાં અકસ્માતોના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે, વાહન ચાલકો ટ્રાફિક નિયમોને નેવે મૂકીને વાહન હંકારે છે જેના લીધે અકસ્માતના બનાવો ખુબ વધી રહ્યા છે.

Top Stories Gujarat
8 13 પાટણમાં ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત,બે ઇજાગ્રસ્ત
  • પાટણમાં ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • અકસ્માતમાં બેના મોત બે ઘાયલ
  • ગોચનાદ ગામ પાસે બની ઘટના
  • ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિ.ખસેડાયા
  • સમી પોલીસ પહોંચી ઘટના સ્થળે

ગુજરાતમાં અકસ્માતોના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે, વાહન ચાલકો ટ્રાફિક નિયમોને નેવે મૂકીને વાહન હંકારે છે જેના લીધે અકસ્માતના બનાવો ખુબ વધી રહ્યા છે. પાટણમાં ગમખ્વાર અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. પાટણમાં ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. પાટણના ગોચનાદ ગામ પાસે આ અક્સમાત સર્જોયો હતો.આ અક્સાત થતા આજુબાજના લાકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને બે ઇજાગ્રસ્તોને સત્વરે હોસ્પિટલ પહોચાડ્યા હતા.આ અંગેની જાણ પોલીસને કરી હતી પોલીસ  ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે અક્સમાતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, અક્સમાતમાં મૃ્યુ પામેલા લોકોની હાલ ઓળખ કરવામાં આવી રહી છે, અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.