યે ક્યા હુઆ..કેસે હુઆ!/ ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, એક સાથે આટલા નેતાઓએ આપ્યું રાજીનામું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે,ત્યાં બીજી બાજુ કોંગ્રેસની હાલત કફોડી બની રહી છે, તાજેતરમાં જ સમાચાર હતા કે ઉંઝા વિધાનસભામાં એક સાથે 50થી વધુ આગેવાનો કોંગ્રેસનો હાથ છોડી શકે છે

Top Stories Gujarat
3 25 ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, એક સાથે આટલા નેતાઓએ આપ્યું રાજીનામું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે,ત્યાં બીજી બાજુ કોંગ્રેસની હાલત કફોડી બની રહી છે. તાજેતરમાં જ સમાચાર હતા કે ઉંઝા વિધાનસભામાં એક સાથે 50થી વધુ આગેવાનો કોંગ્રેસનો હાથ છોડી શકે છે. ત્યારે હવે એ સમાચાર સાચા બનવા જઇ રહ્યાં છે.  કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસમાંથી 50થી વધુ નેતાઓએ રાજીનામું આપી દીધું છે એટલું જ નહીં ભાજપમાં જોડાઈ તેવી અટકળો પણ ચર્ચાઈ રહી છે.

સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે  ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન સ્વાગત સમિતિના પ્રમુખ, ઊંઝા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ દશરથભાઈ પટેલે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. તો વળી  ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયપ્રકાશ પટેલે પણ કોંગ્રેસ છોડી દીધી છે. એટલુ જ નહીં તાલુકાના પૂર્વ પંચાયત પ્રમુખ શાંતાબેન પટેલે અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રતિનિધિ મહેશ ચૌધરીએ કોંગ્રેસને રામ રામ કહી દીધા છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ભાજપ વધુ સજાગ બન્યું  છે. ત્યાં કોંગ્રેસની નૈયા તો ચારેબાજુથી ડુબતી જોવા મળી રહી છે. એક પછી એક બધા કોંગ્રેસને પડતી મુકી રહ્યાં છે. હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં પરિસ્થિતી કેવી સર્જાય છે.