Not Set/ રાજસ્થાનથી દારૂ લઇને આવતા સાત હોમગાર્ડ જવાનની ધરપકડ

અમદાવાદ, સાબરમતી પોલીસે રાજસ્થાનથી પરત ફરતાં ગુજરાતના 7 હોમગાર્ડ જવાનોને પકડ્યા છે. સાતેય રાજસ્થાનમાં ચૂંટણીના બંદોબસ્તમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ દારૂનો જથ્થા લઈ આવતા હતા. ઉલ્લેખનીય છે કે, દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી ધમધમાટ હજુ ખતમ જ થયો છે.  ત્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ વિધાનસભાની ચૂંટણી થઇ હતી. જેમાં ગુજરાતમાંથી જવાનોને ચૂંટણી બંદોબસ્ત માટે […]

Ahmedabad Gujarat Trending
mantavya 66 રાજસ્થાનથી દારૂ લઇને આવતા સાત હોમગાર્ડ જવાનની ધરપકડ

અમદાવાદ,

સાબરમતી પોલીસે રાજસ્થાનથી પરત ફરતાં ગુજરાતના 7 હોમગાર્ડ જવાનોને પકડ્યા છે. સાતેય રાજસ્થાનમાં ચૂંટણીના બંદોબસ્તમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ દારૂનો જથ્થા લઈ આવતા હતા.

ઉલ્લેખનીય છે કે, દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી ધમધમાટ હજુ ખતમ જ થયો છે.  ત્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ વિધાનસભાની ચૂંટણી થઇ હતી.

જેમાં ગુજરાતમાંથી જવાનોને ચૂંટણી બંદોબસ્ત માટે રાજસ્થાન મોકલવામાં આવ્યા હતા. ચૂંટણી બંદોબસ્ત ખતમ કરી ગુજરાત પાછા ફરી રહેલા હોમગાર્ડના સાત જવાનોની દારૂ સાથે ધરપકડ કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ સાબરમતી પોલીસે રાજસ્થાનથી પરત ફરી રહેલા હોમગાર્ડના સાત જવાનોને ઝડપી પાડ્યા હતા. આપને જણાવી દઈએ કે, હોમગાર્ડના જવાનો રાજસ્થાનથી સરકારી બસમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે હવે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.