ઇન્ડોનેશિયામાં રહેતો એક વિદ્યાર્થીની હિમ્મત તમે અત્યાર સુધી ક્યાય નહી જોઈ હોય. આ વિદ્યાર્થી ત્રણ કિલોમીટર તેના હાથનો સહારો લઈને ચાલીને સ્કુલે જાય છે.
અબ્દુલ ખોલીસ પશ્ચિમી જાવા વિસ્તારમાં આવેલા સુકાબુમી શહેરમાં એક ગામમાં રહે છે. અબ્દુલ ગરીબ પરિવારમાંથી આવે છે.
આઠ વર્ષીય અબ્દુલને લોકો પ્રેમથી અદુલ બોલાવે છે.
અબ્દુલનો સ્કુલે જતો એક વિડીયો સામે આવ્યો હતો જેને લઈને તે ચર્ચાનો વિષય બન્યો હતો તેટલું જ નહી પણ રાષ્ટ્રપતિ પણ તેને મળવા આવ્યા હતા.
આ વિડીયો વાયરલ થયા પછી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેની સાથે મુલાકાત કરી હતી.
અબ્દુલ જન્મ સમયથી જ બંને પગે વિકલાંગ છે. તે પોતાના બને હાથમાં ચંપલ પહેરીને ગોઠણના આધારે ચાલીને સ્કુલે જાય છે. અબ્દુલના ગામમાં સ્કુલ જવા માટે કોઈ રસ્તા જે બસની વ્યવસ્થા નથી.
પોતાના હાથ પર ચંપલ પહેરીને તે રોજ ખરબચડા પહાડી રસ્તાઓ પર હાથનો સહારો લઈને સ્કુલે જાય છે. અબ્દુલના સ્કુલના ટીચરનું કહેવું છે કે તે બીજા વિદ્યાર્થીઓ કરતા વધારે આત્મવિશ્વાસુ છે.