Not Set/ પાકિસ્તાન: હોસ્ટેલમાંથી મળ્યો હિન્દુ વિદ્યાર્થીનીનો મૃતદેહ, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ

પાકિસ્તાનમાં હિન્દુઓ વિરુદ્ધ થયેલી હિંસાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર સિંધ પ્રાંતમાં હિન્દુ મેડિકલ વિદ્યાર્થીની હત્યાના સમાચાર સામે આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ હત્યા બળજબરીથી ધર્મ પરિવર્તનને કારણે થઈ છે. મૃતકનું નામ નમ્રતા ચાંદાની હતું અને તે પાકિસ્તાન ઘોટકીના મીરપુર મથેલોની રહેવાસી હતી. આ કેસમાં પોલીસનું કહેવું છે કે […]

World
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 12 પાકિસ્તાન: હોસ્ટેલમાંથી મળ્યો હિન્દુ વિદ્યાર્થીનીનો મૃતદેહ, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ

પાકિસ્તાનમાં હિન્દુઓ વિરુદ્ધ થયેલી હિંસાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર સિંધ પ્રાંતમાં હિન્દુ મેડિકલ વિદ્યાર્થીની હત્યાના સમાચાર સામે આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ હત્યા બળજબરીથી ધર્મ પરિવર્તનને કારણે થઈ છે.

મૃતકનું નામ નમ્રતા ચાંદાની હતું અને તે પાકિસ્તાન ઘોટકીના મીરપુર મથેલોની રહેવાસી હતી. આ કેસમાં પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરાઈ છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ નમ્રતાના ભાઈ ડો. વિશાલ સુંદરે દાવો કર્યો છે કે તે આત્મહત્યા નથી.તેની હત્યા કરવામાં આવી છે.

નમ્રતાના ભાઈ ડો. વિશાલ સુંદરે કહ્યું કે તેની બહેનને તેના શરીરના અન્ય ભાગો પર પણ નિશાન છે, જાણે કોઈ તેને પકડી રાખી હોય. તેમણે કહ્યું કે અમે લઘુમતી છીએ, કૃપા કરીને અમારા સાથે ઉભા રહો.

નમ્રતા લરકનાના બીબી આસિફા ડેન્ટલ કોલેની વિદ્યાર્થી હતી. નમ્રતાનો મૃતદેહ હોસ્ટેલના રૂમમાં પથારી પર પડેલો હતો અને તેના ગળામાં દોરડું હતું. સવારે નમ્રતાના મિત્રોએ દરવાજો ખટખટાવ્યો અને તેણીના નામની બુમો પાડવી પણ નમ્રતાએ કોઈ પ્રતિક્રિયા આપી નહીં. તેઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

જે બાદ પોલીસ સ્થળ પર પહોંચી નમ્રતાની લાશને ઓરડામાંથી બહાર કાઢી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી  લરકાનાના ડીઆઈજીએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ટી ત્યાં જ આ કિસ્સામાં, ડેન્ટલ કોલેજના વાઇસ ચાન્સેલર ડો. અનીલા અતાઉર રહેમાને કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ, આ ઘટના આત્મહત્યાની લાગે છે. પરંતુ પોલીસ અને પોસ્ટમોર્ટમ પછી જ મોતનું અસલી કારણ જાણી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.