Not Set/ NRC ફાઈનલ લિસ્ટમાં કારગિલ યોદ્ધાને ન મળી જગ્યા, MLA પણ રહ્યા બાકાત

શનિવારે જાહેર કરાયેલ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) ની અંતિમ સૂચિમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ થયેલા લોકોમાં કારગિલ યુદ્ધમાં ભાગ લેનારા ભૂતપૂર્વ સૈન્યકર્મી, એઆઈયુડીએફનાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યનાં નામ પણ શામેલ છે. આવું જ કોંગ્રેસનાં ધારાસભ્ય ઇલિયાસ અલીની પુત્રીનું પણ છે. જોકે, અલી અને તેના પરિવારનાં અન્ય સભ્યોનાં નામ, આ નવીનતમ એનઆરસી યાદીમાં શામેલ છે. […]

Top Stories India
NRC 2 NRC ફાઈનલ લિસ્ટમાં કારગિલ યોદ્ધાને ન મળી જગ્યા, MLA પણ રહ્યા બાકાત

શનિવારે જાહેર કરાયેલ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) ની અંતિમ સૂચિમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ થયેલા લોકોમાં કારગિલ યુદ્ધમાં ભાગ લેનારા ભૂતપૂર્વ સૈન્યકર્મી, એઆઈયુડીએફનાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યનાં નામ પણ શામેલ છે. આવું જ કોંગ્રેસનાં ધારાસભ્ય ઇલિયાસ અલીની પુત્રીનું પણ છે. જોકે, અલી અને તેના પરિવારનાં અન્ય સભ્યોનાં નામ, આ નવીનતમ એનઆરસી યાદીમાં શામેલ છે.

કારગિલ યુદ્ધમાં ભાગ લેનાર અને નિવૃત્ત લશ્કરી અધિકારી મોહમ્મદ સનાઉલ્લાહ આ યાદીમાં નથી, જેમને વિદેશી ટ્રિબ્યુનલ દ્વારા ‘વિદેશી’ જાહેર કર્યા બાદ આ વર્ષે મે મહિનામાં થોડા દિવસોની અટકાયત કરવામાં આવી હતી. સનાઉલ્લાહની બે પુત્રીઓ અને એક પુત્રનો કથીતરીતે સમાવેશ કરાયો નથી, જ્યારે આ યાદીમાં તેમની પત્નીનું નામ શામેલ છે. એનઆરસીની આ સૂચિ આસામનાં ભારતીય નાગરિકોને માન્યતા આપે છે.

બોગઈગાંવ જિલ્લામાં અભયપુરી દક્ષિણ વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા એઆઈયુડીએફનાં ધારાસભ્ય અનંતકુમાર માલોએ જણાવ્યું હતું કે, એનઆરસીની અંતિમ યાદીમાં તેઓ પોતાનું નામ શોધી શક્યા નહી. ધારાસભ્યએ કહ્યું, “મારા પુત્રનું નામ પણ એનઆરસીની અંતિમ સૂચિમાં નથી.” ભૂતપૂર્વ એઆઈયુડીએફ ધારાસભ્ય અતાઉર રહેમાન મજરભુઇયાનું નામ પણ આ સૂચિમાં શામેલ નથી. મજરભુઇયાએ કહ્યું, ‘બંધારણ એ નિર્ધારિત કરે છે કે ભારતનાં નાગરિક કોણ છે અને તે સાબિત કરવા માટે મારી પાસે તમામ જરૂરી દસ્તાવેજો છે. હુ કટિગોરાથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યો છું. આ જુલમ છે અને આ એનઆરસી ખામીયુક્ત છે.’

પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે, તેઓ કાયદાકીય વિકલ્પની મદદ લઇ વિદેશી ટ્રિબ્યુનલ જશે અને તેમનુ નામ એનઆરસીમાં શામીલ કરાવશે. એનઆરસીની અપડેટ કરવામાં આવેલી અંતિમ સૂચિમાંથી 19 લાખથી વધુ અરજદારોને બાકાત રાખવામાં આવ્યા છે, જેનું ભાવિ હવે અંધારામાં ખોવાઇ ગયુ છે.

અહી એનઆરસીની રાજ્ય સંયોજક કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કુલ 3,30,27,661 લોકોએ એનઆરસીમાં જોડાવા માટે અરજી કરી હતી. જેમાથી 3,11,21,004 લોકોને આ યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે, જ્યારે 19,06,657 લોકોને આ યાદીમાં શામેલ કરવામાં આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.