aahmedabad/ અમદાવાદમાં રોગચાળો વકર્યો, જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમ્યાન સિઝનલ ફ્લૂના કુલ 430 કેસ નોંધાયા

અમદાવાદમાં રોગચાળો વકર્યો. ઉનાળાની સિઝન શરૂ થતા જ એપ્રિલ મહિનામાં સિઝનલ ફ્લૂના 49 અને કોલેરાના કુલ 6 કેસ નોંધાયા.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 04 10T150407.356 અમદાવાદમાં રોગચાળો વકર્યો, જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમ્યાન સિઝનલ ફ્લૂના કુલ 430 કેસ નોંધાયા

અમદાવાદમાં રોગચાળો વકર્યો. ઉનાળાની સિઝન શરૂ થતા જ એપ્રિલ મહિનામાં સિઝનલ ફ્લૂના 49 અને કોલેરાના કુલ 6 કેસ નોંધાયા. ગરમીની સિઝનની હજુ માંડ શરૂઆત થઈ છે ત્યારે લોકો બીમાર પડવા લાગ્યા છે. શહેરમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દર્દીઓની સંખ્યામાં વધારો થવા પાછળ પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાનું અનુમાન છે. હોસ્પિટલોમાં ઝાડા-ઉલટી, કમળા અને ટાઈફોઈડની સાથે સિઝનલ ફલૂના 49 કેસ નોંધાયા છે. ખાસ કરીને શહેરમાં પૂર્વ વિસ્તાર એવા અમરાઈવાડી, વટવા અને દાણી લીમડા સહિતના વિસ્તારોમાં ઝાડા-ઉલટીના વધુ કેસ નોંધાયા છે.

શહેરમાં સરકારી હોય કે ખાનગી દવાખાનાઓમાં શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસો વધ્યા છે. દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધતા AMCએ આઈસ ગોલા, શરબતની લારીઓ, પાણીપુરીની લારીઓ અને રોડ પર ઉભા રહેતા વેન્ડરોના ખાદ્ય નમૂનાઓ લીધા છે. આરોગ્ય વિભાગના અધિકારીનું કહેવું છે કે પ્રદૂષિત પાણીના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. માર્ચ મહિનામાં સ્વાઈન ફલૂના 232 કેસ નોંધાયા હતા અને એપ્રિલ મહિના વધુ 49 કેસ નોંધાયા છે. જાન્યુઆરી મહિનાથી લઈને એપ્રિલ સુધીમાં સિઝનલ ફલુના કુલ 430 કેસ નોંધાયા છે.

એપ્રિલ મહિનામાં 6 દિવસમાં 49 કેસો નોંધાયા. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 17 કેસો નોંધાયા. જ્યારે મધ્યઝોનમાં 6, પૂર્વ ઝોનમાં 4, ઉત્તરઝોનમાં 11, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક કેસ નોંધાયા. શહેરમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શહેરના તમામ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લઈને ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. એપ્રિલ મહિનામાં 1473 પાણીના સેમ્પલ ટેસ્ટ કરાયા તેમાંથી 38 જેટલા સેમ્પલ અનફીટ આવ્યા છે. પ્રદૂષિત પાણીની સમસ્યા હોય તેવા સ્થાનો પર વિભાગને જાણ કરી લાઈનો બદલવાની સૂચના અપાઈ છે. આ સાથે આરોગ્ય વિભાગે લોકોને પણ સ્વચ્છ પાણી પીવા અપીલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Supremecourt-Patanjali/પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, બાબા રામદેવ અને MD બાલકૃષ્ણે માંગી બિનશરતી માફી

આ પણ વાંચો: cm arvind kejrival/અરવિંદ કેજરીવાલ પંહોચ્યા સુપ્રીમ કોર્ટ, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં  હાઈકોર્ટમાંથી ના મળી રાહત

આ પણ વાંચો: Airfare/ફ્લાઈટ્સ કેન્સલ થવા અને મુસાફરીની માંગમાં વધારાને કારણે હવાઈ ભાડામાં 20 થી 25 ટકાનો વધારો