Latest Surat News/ BRTS કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, પડતર માંગોને લઇ કર્મચારીઓ આંદોલનના મુડમાં

આજ રોજ સુરત મહાનગર પાલિકા સંચલિત બીઆરટીએસના કમૅચારીઓ હડતાળ પર ઉતર્યા. પાલનપુર બસ ટર્મિનલ ખાતે કર્મચારીઓ પગાર મુદ્દે માંગણીને લઈને હડતાળ પર ઉતર્યા.

Top Stories Surat
Beginners guide to 2024 05 02T143421.324 BRTS કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, પડતર માંગોને લઇ કર્મચારીઓ આંદોલનના મુડમાં

@ Kevat Pooja

સુરત : આજ રોજ સુરત મહાનગર પાલિકા સંચલિત બીઆરટીએસના કમૅચારીઓ હડતાળ પર ઉતર્યા. પાલનપુર બસ ટર્મિનલ ખાતે કર્મચારીઓ પગાર મુદ્દે માંગણીને લઈને હડતાળ પર ઉતર્યા. કર્મચારીઓનો આક્ષેપ છે કે 22,500 પગાર નક્કી કરાયો હતો જેની સામે 15,600 આપવામાં આવે છે. સુરતના પાલનપુર ટર્મિનલ બસ ડેપોમાં એકાએક જ બીઆરટીએસ ડ્રાઇવરો પગાર સહિત વિવિધ મુદ્દાઓને લઈ હડતાલળ પર ઉતર્યા છે, જેને કારણે બસો બંધ થઈ ગઈ છે. અને ચિકમી ઉચ્ચારી છે કે જ્યા સીધી અમારી માંગણી જ્યાં સુઘી નહિ સંતોષાય ત્યાં સુઘી હડતાલ યથાવત રાખશે.

સુરતમાં બીઆરટીએસ ડ્રાઇવરો પગાર સહિત વિવિધ મુદ્દાઓને લઈ હડતાલળ પર ઊતરતાં હોય છે ત્યારે આજે ફરી એક વાર બીઆરટીએસના ડ્રાઇવરો પગાર મુદ્દે બસોના પૈંડા થંભાવવા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. સુરતના પાલનપુર ટર્મિનલ બસ ડેપો ખાતે આજ રોજ બીઆરટીએસ ડ્રાઇવરો ડેપો ખાતે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કર્મચારીઓનું કહેવું છે કે, તેમની કંપની દ્વારા નોકરી પર રાખતી વખતે જે પગાર કહેવામાં આવ્યો હતો તેની સામે અડધો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. પૂરો પગાર ચૂકવવામાં આવશે એવું કહેનાર કંપનીએ હવે ફેરવી તોળ્યું છે. જેથી કર્મચારીઓમાં કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓનું કેહવુ છે કે બારોબાર લાઇન્સ વગરના ડ્રાઇવરો લાવી બસો યથાવત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અને લાઇસન્સ વગર ના ડ્રાઇવરો લોકોના જીવને જોખમમાં નાખી બસો ફેરવી રહ્યા છે, વધુમા જણાવ્યુ હતુ કે ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆત કરાઈ છે છતાં ઉચ્ચ અધિકારી સાથે વાટાઘાટો બાદ નિવારણ ન આવતા કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. અને જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખશે અને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર

આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ

આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?