ગુજરાત/ હાર્દિક પટેલનો ખેસ અને ટોપી પહેરાવી સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ દ્વારા ખેસ અને નિતિન પટેલ દ્વારા ટોપી પહેરવીને હાર્દિકને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. વિજય મુહૂર્તમાં પાટિલ દ્વારા હાર્દિકને ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે

Top Stories Gujarat
વિદુર નીતિ 9 હાર્દિક પટેલનો ખેસ અને ટોપી પહેરાવી સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ

કોંગ્રેસ સાથે છેડો ફાડનારા યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે ? આ પ્રશ્ન છેલ્લા ઘણા દિવસથી લોકોના મનમાં ચર્ચાતો હતો. જેનું આજે અંત આવ્યો છે. પાટીદાર નેતા કોંગ્રેસ સાથે છેડો ફાડી આજરોજ 2 જૂનના રોજ ભાજપમાં જોડાયા છે. હાર્દિકના ભાજપમાં જોડવાને લઈ કમલમમાં પણ ઉત્સવ જેવો  માહોલ જોવા મળ્યો હતો.

ભાજપમાં જોડતા પહેલા હાર્દિક પટેલે પોતાના નિવાસ સ્થાને દુર્ગા પુજા કરી હતી. તો સાથે ગાય માતાનું પણ પૂજન કર્યું હતું. અને બદ્મ ઢોલ નગારા અને પોતાના સમર્થકો સાથે ભાજપ કાર્યાલય તરફ પ્રયાણ આદર્યું હતું. કમલમ ખાતે હાર્દિક પટેલ માટે ખાસ મંડપ અને સ્ટેજ બનાવાયા હતા. તો સાથે કમલમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  હાર્દિક પટેલના સ્વાગત માટે ગાંધી નગર સ્થિત ભાજપ કાર્યાલયની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.  આ પોસ્ટરમાં હાર્દિક પટેલને દેશભક્ત ગણાવ્યો હતો.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ દ્વારા ખેસ અને નિતિન પટેલ દ્વારા ટોપી પહેરવીને હાર્દિકને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. વિજય મુહૂર્તમાં પાટિલ દ્વારા હાર્દિકને ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે. 15000જેટલા હાર્દિક પટેલના સમર્થકો આ પ્રસંગે કમલમ ખાતે હાજર રહ્યા હતા. તો સમર્થકો દ્વારા હાર્દિક પટેલ પર ફૂલોની વર્ષા કરી કમલમમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સ્ટેજ  પર સી આર પાટિલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, રજનિ પટેલ, ઋત્વિજ પટેલ  સાથે નૌતમ સ્વામી સહિત અનેક સંતો મહંતો પણ હાજર રહ્યા હતા. અને હાર્દિક પટેલે સંતો ને પગે લાગી આશીર્વાદ પણ લીધા હતા.

પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ, વજુભાઈ તેમજ તેજશ્રી બેન પણ સ્ટેજ પર બોલવ્યા હતા. પ્રદેશ નેતાઓ એ નૌતમ સ્વામી, સહિત ના સંતો નું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. હાર્દિક પટેલ અને સી.આર. પાટીલે નીતિન ભાઈ ને પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.

આજે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી પાટીદારોનો યુવા ચહેરો બનેલા હાર્દિક પટેલે પછી કોંગ્રેસમાં એન્ટ્રી લીધી હતી પરંતુ આંતરિક વિખવાદમાં પખવાડિયા પૂર્વે કોંગ્રેસને રામ-રામ કરી દીધા હતા. હવે તેઓ ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે હાર્દિક પટેલને કેસરિયો ખેસ પહેરાવામાં આવ્યો હતો. આ સાથે જ હાર્દિક પટેલની રાજકીય ઇનિંગ નો ત્રીજો અધ્યાય શરૂ થયો છે.

શ્વેતા બ્રહ્મભટ્ટ પણ  ભાજપમાં જોડાયા

હાર્દિકના ભાજપમાં જોડતા પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ આજ રોજ ભાજપમાં જોડાયા તેમનો પણ સી આર પાટિલ દ્વારા કેસરિયો ખેસ પહેરવીને ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે બંને માટે અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નારાજ” કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવશે 

પાટીદાર નેતા હાર્દિક પટેલે ભાજપનો ભાગ બનતા પહેલા જ પોતાની યોજના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, તેઓ “નારાજ” કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કોંગ્રેસ સાથે લાંબી નારાજગી બાદ તેમણે સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ એક સંદેશ લખ્યો હતો. અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા પટેલે કહ્યું હતું કે, “આજે હું એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છું. હું નાના સૈનિક તરીકે કામ કરીશ. અમે દર 10 દિવસે એક કાર્યક્રમ કરીશું, જેમાં કોંગ્રેસથી નારાજ ધારાસભ્યો સહિતના ધારાસભ્યોને ભાજપમાં જોડાવા માટે કહેવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વનું ગૌરવ છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સે કહ્યું

સોશિયલ મીડિયા પર યુઝર્સે હાર્દિક ને ઘણો ટ્રોલ કર્યો હતો. એક યુઝરે લખ્યું કે સવારનો દેશદ્રોહી સાંજે ભાજપમાં જોડાય તો તે રાષ્ટ્રભક્ત બની જાય છે.જ્યારે હાર્દિક પટેલે પણ ભાજપમાં જોડાતા પહેલા પોતાના ઘરે પૂજા-અર્ચના કરાવી હતી. હાર્દિક પટેલની પૂજાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વિનય કુમાર @vinaykum1990 નામના ટ્વીટર હેન્ડલ યુઝર લખે છે કે, ‘તમે કોંગ્રેસમાં હતા ત્યારે દેશદ્રોહી કેમ હતા?’

59b8028f 3401 4ca2 8932 90fd6e38d65d હાર્દિક પટેલનો ખેસ અને ટોપી પહેરાવી સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ