Not Set/ મોદીના મતવિસ્તાર વારાણસીમાં કૉંગ્રેસનો ઝંડો લહેરાવવા પહોંચી પ્રિયંકા

વારાણસી, લોકસભાની ચૂંટણીઓ પહેલાં તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ 5 વર્ષ પછી તેના સાથીદારો સાથે સત્તા પર પરત ફરવાના પ્રયત્નોમાં લાગી ગઈ છે. કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ તેમની પાર્ટીને ફરીથી ઉભી કરવા માટે કમર કસી લીધી છે અને આ માટે તેઓ 3 દિવસ ઉત્તર પ્રદેશ પ્રવાસ પર છે. તેમના પ્રવાસના […]

Top Stories India Trending
trp 3 મોદીના મતવિસ્તાર વારાણસીમાં કૉંગ્રેસનો ઝંડો લહેરાવવા પહોંચી પ્રિયંકા

વારાણસી,

લોકસભાની ચૂંટણીઓ પહેલાં તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ 5 વર્ષ પછી તેના સાથીદારો સાથે સત્તા પર પરત ફરવાના પ્રયત્નોમાં લાગી ગઈ છે. કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ તેમની પાર્ટીને ફરીથી ઉભી કરવા માટે કમર કસી લીધી છે અને આ માટે તેઓ 3 દિવસ ઉત્તર પ્રદેશ પ્રવાસ પર છે. તેમના પ્રવાસના છેલ્લા દિવસે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યા છે.

કોંગ્રેસના પૂર્વ ઉત્તર પ્રદેશના ઇનચાર્જ પ્રિયંકા ગાંધીએ સોમવારે પ્રયાગરાજ પર ત્રણ દિવસનો પ્રવાસ શરૂ કર્યો હતો અને બીજા દિવસે તે મિર્જાપુરમાં રહયાં અને હવે તે ત્રીજા અને અંતિમ દિવસે વારાણસી જઇ રહયાં છે.

નરેન્દ્ર મોદીના સંસદીય મતદાર વારાણસીમાં પ્રિયંકા ગાંધી પહેલીવાર જઈ રહયાં છે. સ્થાનિક આયોજકોના જણાવ્યા મુજબ, પ્રિયંકા ગાંધી મિર્જાપુરના ચૂનાર ગેસ્ટ હાઉસથી બુધવારે સવારે 10 વાગ્યે વારાણસી માટે રોડ દ્રારા રવાના થશે.આ પછી, તેઓ ગંગા પાર રામનગર જવાનું નક્કી કર્યું છે. રામનગર વિસ્તારમાં પ્રવાસ દરમિયાન, તે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના ઘરે પણ જઈ શકે છે અને ત્યાં તેમના પરિવારના સભ્યોને મળી શકે છે. પછી તે બોટ દ્વારા વારાણસીના વિખ્યાત અસ્સી ઘાટ માટે રવાના થશે. અસ્સી ઘાટ પર તે મલ્લાહ સમ્મેલનમાં હાજરી આપશે. મલ્લાહ સમ્મેલન પછી, તેઓ દશાશ્વમેધ ઘાટની પણ મુલાકાત લેશે.

આયોજકોના જણાવ્યા મુજબ દશાશ્વમેધ ઘાટ બાદ  પ્રિયંકા બાબા વિશ્વનાથ મંદિર માટે નવના થશે. બપોરે 3 વાગ્યે, તે પુલવામા ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલા 3 સૈનિકોના ઘરે પણ જઈ શકે છે. શહીદોના સંબંધીઓને મળ્યા પછી પ્રિયંકા ગાંધી 6:30 વાગ્યે દિલ્હી જશે. તેમની મુલાકાત દરમિયાન, પ્રિયંકા બોટ દ્વારા લગભગ 140 કિલોમીટર મુસાફરી કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા લગભગ 7 કલાક ત્યાં રહી શકે છે.

પ્રયાગરાજમાં ‘નાવ પર ચર્ચા’

ઉત્તરપ્રદેશમાં પાર્ટીને પુનર્જીવિત કરવાની પ્રક્રિયામાં કોંગ્રેસને પ્રિયંકા ગાંધીથી મોટી આશા છે. પ્રિયંકાએ પણ મતદારોને આકર્ષવા ગંગા પ્રવાસ શરૂ કર્યો હતો. પ્રિયંકાએ  સોમવારે પ્રયાગરાજમાં બોટ સફર શરૂ કરી. આ દરમિયાન, પ્રિયંકા ગાંધીએ પણ ‘નાવ પર ચર્ચા’ પણ કરી હતી.

‘નાવ પર ચર્ચા’ ના દરમિયાન અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, ‘મને દરિયામાં પણ તરતા આવડે છે અને રેસ્ક્યુ પણ આવડે છે. મારી પાસે પ્રમાણપત્ર પણ છે. ‘ બોટની સફર દરમિયાન, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લક્ષ્ય બનાવ્યું અને કહ્યું કે ચોકીદારો ધનવાન લોકો છે ખેડૂતો નથી હોતા.

બીજા દિવસે વિંધ્યાચલમાં

પ્રવાસના બીજા દિવસે પ્રિયંકા મિર્જાપુર જીલ્લાના વિંધ્યાચલમાં રહયાં. વિંધ્યાચલમાં તેમણેે લાલ સાડી પહેરીને વિંધ્યવાસિનના દર્શન કર્યા અને આ સિવાય મૌલાના ઇસ્માઇલ ચિશ્તીની  દરગાહ પર ચાદર પર ચડાવી. આ  દરમિયાન, તે પક્ષના કાર્યકર્તાઓને પણ મળી રાત્રે તે ચુનાર ઘાટ પર પણ ગયા જ્યાં તે સ્થાનિક લોકોથી મુલાકાત કરી હતી.

ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે, જે 11 એપ્રિલથી 19 મે સુધી રહેશે. ચૂંટણી પરિણામો 23 મે ના રોજ આવશે.